રોમિયો અને જુલિયટ બન્યાં પ્રિયંકા ને નિક

04 June, 2019 08:46 AM IST  |  મુંબઈ

રોમિયો અને જુલિયટ બન્યાં પ્રિયંકા ને નિક

નિક જોનસ અને પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસે રોમિયો જુલિયટના સીનને રીક્રીઅેટ કર્યો છે. આ બન્ને એક કૉન્સર્ટમાં પહોંચ્યાં હતાં. એમાં જોનસ બ્રધર્સે પર્ફોર્મ કર્યું હતું. નિક બાલ્કનીમાં ઊભો છે અને તેના હાથમાં પેપરકપ છે. જોકે પ્રિયંકા નીચે ઊભી રહીને નિકને નિહાળી રહી છે. આ ફોટોમાં રોમિયો પ્રિયંકા બની છે અને જુલિયટની જગ્યાએ બાલ્કનીમાં નિક છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘રોમિયો ઓ રોમિયો.’

આ પણ વાંચોઃ શાહરૂખ ખાન સ્ટારર Dhoom 4ની તૈયારીઓ શરૂ ?

અમેરિકાના પ્રેસિડન્ટનું ઇલેક્શન નિક જોનસ લડે એવી ઇચ્છા છે પ્રિયંકાની

પ્રિયંકા ચોપડા જોનસની ઇચ્છા છે કે તેનો હસબન્ડ નિક જોનસ અમેરિકામાં પ્રેસિડન્સી માટે ઇલેક્શન લડે. બન્ને સોસાયટીમાં પરિવર્તન લાવવા માગે છે. આ વિશે વધુ જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું ભારત દેશના વડા પ્રધાનના પદ માટે ઇલેક્શન લડવા માગું છું. સાથે જ મારી ઇચ્છા છે કે નિક અમેરિકામાં પ્રેસિડન્ટના પદ માટે ઇલેક્શન લડે. મને પૉલિટિક્સ સાથે સંકળાયેલી વસ્તુઓ પસંદ નથી. જોકે હું એટલું જરૂર કહીશ કે અમે બન્ને પરિવર્તન લાવવા માગીએ છીએ. ભવિષ્યમાં શું થશે કોને ખબર.’

priyanka chopra Nick Jonas bollywood