The Sky Is Pink: નવું ગીત થયું રિલીઝ, પ્રિયંકાના દિલની નજીક છે આ ગીત

02 October, 2019 07:48 PM IST  |  મુંબઈ ડેસ્ક

The Sky Is Pink: નવું ગીત થયું રિલીઝ, પ્રિયંકાના દિલની નજીક છે આ ગીત

પિન્ક ગુલાબી સ્કાઇ

બોલીવુડથી લઈને હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિયતા મેળવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા ધ સ્કાઇ ઇઝ પિન્કમાં જોવા મળશે. પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) 3 વર્ષ બાદ બોલીવુડમાં કમબૅક કરશે. તાજેતરમાં જ ધ સ્કાઇ ઇઝ પિન્કનું એક સરસ ગીત પિન્ક ગુલાબી સ્કાઇ રિલીઝ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે તેની નવરાત્રીના પહેલા દિવસે અમદાવાદમાં મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે ફિલ્મનું પિન્ક ગીત તે તેનું સૌથી ગમતનું ગીત છે.

દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી પિન્ક ગુલાબી સ્કાઇનું ગીત શૅર કરતાં લખ્યું છે, ફિલ્મમાંથી મારું સૌથી મનગમતું ગીત, મારું હેપ્પી ગીત. ફિલ્મના નવા ગીત પિન્ક ગુલાબી સ્કાઇમાં ફિલ્મની આખી કાસ્ટ ટક્સીડો પહેરીને આ સરસ ગીત પર ડાન્સ કરી રહ્યા છે.

જણાવીએ કે ફિલ્મ સ્કાઇ ઇઝ પિન્ક એક મોટિવેશનલ સ્પિકર આયશા ચૌધરીના વાસ્તવિક જીવન પર આધારિત છે જેનું ફક્ત 18 વર્ષની ઉંમરમાં પલ્મોનરી ફિબ્રેસિસને કારણે મૃત્યુ થઈ ગયું. આ ફિલ્મમાં આયશાનું પાત્ર દંગલ ગર્લ ઝાયરા વસીમ ભજવી રહી છે. ફિલ્મની આખી સ્ટોરીને આયશા જ નરેટ કરશે તેવું દર્શાવવામાં આવ્યું છે.

પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર ફિલ્મમાં આયશાના માતા-પિતા એટલે કે અદિતી અને નિરેનની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રિયંકા ફરહાનની સુંદર લવસ્ટોરીની સાથે તેમના જીવનમાં આવતાં ચડાવઉતાર પણ દર્શાવવામાં આવશે.

પિન્ક ગુલાબી સ્કાઈ પહેલા ફિલ્મનું રોમેન્ટિક ગીત ટ્રેક દિલ હી તો હૈ પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જેને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

શોનાલી બોસ નિર્દેશિત ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્ક 11 ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. આ પહેલા ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું પ્રીમિયર રાખવામાં આવ્યું હતું.

priyanka chopra farhan akhtar bollywood bollywood news bollywood gossips