PM Modiએ પત્ર લખીને દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ ટીમને આપી શુભેચ્છા

13 February, 2021 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PM Modiએ પત્ર લખીને દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ ટીમને આપી શુભેચ્છા

નરેન્દ્ર મોદી

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ (Dadasaheb Phalke International Film Festival Awards)ની ટીમને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. મનોરંજન વિશ્વની અપેક્ષા રાખતા આ વર્ષે પ્રતિષ્ઠિત અવૉર્ડ્સને 5માં સંસ્કરણ એટલે ભારતીય સિનેમાનો સૌથી મોટો પર્વ હોઈ શકે છે. 20 ફેબ્રુઆરીના રોજ મંબઈમાં દાદાસાહેબ ફાળકે ફિલ્મ મહોત્સવ પુરસ્કારનું આયોજન થશે. આ વિશેષ પ્રસંગે પીએમ મોદીએ દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ અવૉર્ડ્સની ટીમને ખાસ પત્ર લખીને તેમને પ્રોત્સાહિત કર્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે, દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ 2021 વિશે જાણીને ખૂબ આનંદ થયો છે. આ પુરસ્કાર દ્વારા અમે દાદાસાહેબ ફાળકેના વારસાની ઉજવણી કરીએ છીએ, જે એક સાચા સ્વપ્નદ્રષ્ટા હતા. ભારતીય સિનેમામાં જેમની શાનદાર યાત્રામાં અગ્રણી ભૂમિકાને ક્યારેય ભૂલી શકાતી નથી, જે અનંતેય છે. તમામ અવૉર્ડ વિજેતાઓને શુભકામનાઓ. મને ખાતરી છે કે હંમેશા કઈક નવું કરનારાને જ આ પુરસ્કાર વાર્તા કહેવાની કળાને શ્રેષ્ઠતાના નવા સ્તર સુધી લઈ જવા માટે પ્રેરિત કરશે. ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ 2021 માટે બધાને શુભેચ્છા.

વડા પ્રધાન મોદીના આ પત્રને દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા તેમના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ શૅર કરતાની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, 'દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ 2021ની ભવ્યતા માટે અમને તમારા આશીર્વાદ પ્રાપ્ત કરવાનો લહાવો મળ્યો છે. તમે એક મહાન સ્વપ્નદ્રષ્ટા છો અને DPIFFની યુવા ટીમનો ઉત્સાહ પ્રગટાવવા માટે પ્રેરણસ્ત્રોત પણ છો.'

narendra modi dadasaheb phalke award bollywood bollywood news entertainment news