21 October, 2025 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ગોલમાલ 5’
રોહિત શેટ્ટી અને અજય દેવગનની જોડી ‘ગોલમાલ 5’ની પુરજોશમાં તૈયારી કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે બન્ને ડિસેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીને માર્ચ મહિના સુધીમાં એને આટોપી દેવાના પ્લાનિંગમાં છે. ‘ગોલમાલ’ સિરીઝની પહેલી ફિલ્મ ‘ગોલમાલ : ફન અનલિમિટેડ’ હતી જે ૨૦૦૬માં રિલીઝ થઈ હતી. આ પછી ૨૦૦૮માં ‘ગોલમાલ રિટર્ન્સ’, ૨૦૧૦માં ‘ગોલમાલ 3’ અને ૨૦૧૭માં ‘ગોલમાલ અગેઇન’ આવી હતી. આ તમામ ફિલ્મોને બૉક્સ-ઑફિસ પર સફળતા મળી છે.