પ્રીતિ ઝિન્ટાનો પિત્તો કેમ ગયો?

11 August, 2026 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમિરને તેણે ઇગ્નૉર કર્યો હોવાના ફેક રિપોર્ટ જોઈને થઈ લાલઘૂમ

પ્રીતિ ઝિન્ટા અને આમિર ખાન

પ્રીતિ ઝિન્ટા હવે આમિર ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘બટવારા 1947’માં જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે ત્યારે આવી જ એક ઇવેન્ટના વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રીતિએ આમિરને જોઈને તેની ભારોભાર અવગણના કરી હતી. હવે પ્રીતિએ સ્પષ્ટતા કરી છે કે આ રિપોર્ટ સદંતર ખોટો છે અને મારા મનમાં આમિર માટે ખૂબ પ્રેમ અને સન્માન છે.
આ ઘટનાક્રમ વિશે વાત કરતાં પ્રીતિએ કહ્યું હતું કે ‘ક્લિક કરવા માટે લલચાવતું આ પ્રકારનું કન્ટેન્ટ બરાબર નથી. મેં આમિરને જોયા નહોતા, કારણ કે હું અંદર કેટલાક શૉટ્સ શૂટ કરવાની ઉતાવળમાં હતી અને ત્યાર બાદ ‘બટવારા 1947’ના પ્રમોશન માટે ફ્લાઇટ પકડવાની હતી. આવા રિપોર્ટ આપતી વખતે જો તમારો ઇરાદો કોઈ પણ પ્રકારની નકારાત્મકતાને પ્રોત્સાહન આપવાનો હોય તો મારી પાસેથી એવી અપેક્ષા ન રાખો કે હું રોકાઈને તસવીરો પડાવીશ. આમિર માટે મારા મનમાં ખૂબ પ્રેમ અને સન્માન છે તેથી આ પોસ્ટ સારી વાત નથી.’

 

preity zinta aamir khan sunny deol upcoming movie indian films indian cinema entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood