મહાત્મા ગાંધી બનશે પ્રતીક ગાંધી

20 May, 2022 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રતીક ગાંધી હવે મહાત્મા ગાંધીના પાત્રને વેબ-સિરીઝના માધ્યમથી સાકાર કરવાનો છે.

મહાત્મા ગાંધી બનશે પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધી હવે મહાત્મા ગાંધીના પાત્રને વેબ-સિરીઝના માધ્યમથી સાકાર કરવાનો છે. આ સિરીઝને રામચન્દ્ર ગુહાની બુક ‘ગાંધી બીફોર ઇન્ડિયા’ અને ‘ગાંધી: ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ’ પરથી બનાવવામાં આવશે. અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટે એના રાઇટ્સ ખરીદી લીધા છે. આ સિરીઝમાં ગાંધીબાપુ સાથે જોડાયેલી અજાણી બાબતો પર પ્રકાશ પાડવામાં આવશે. મહાત્મા ગાંધીએ લોકોને સત્ય અને અહિંસાના પાઠ ભણાવ્યા હતા. સાથે જ મહાત્મા ગાંધી બનવાની તેમની સફરને પણ દેખાડવામાં આવશે. મહાત્મા ગાંધીના રોલને ભજવવા વિશે પ્રતીક ગાંધીએ કહ્યું કે ‘હું ગાંધીવાદમાં ખૂબ ભરોસો કરું છું. તેમના આદર્શોમાં શુદ્ધતા છલકે છે. વ્યક્તિગત રીતે હું પણ તેમના ગુણોને અને તેમના બોધપાઠને મારા રોજબરોજના જીવનમાં ગ્રહણ કરું છું. મારા થિયેટરના દિવસોથી જ મહાત્મા ગાંધીનો રોલ ભજવવો મારા દિલની નજીક રહ્યો છે. હવે ફરીથી એ મહાન નેતાનું પાત્ર ઑન-સ્ક્રીન ભજવવું મારા માટે સન્માનની વાત છે. એ રોલને હું સન્માન, ગૌરવ અને દૃઢ વિશ્વાસ સાથે ભજવું એ મારી જવાબદારી છે. સમીર નાયર અને તેમની અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ટીમ સાથે આ જર્નીની શરૂઆત કરવા માટે આતુર છું.’
ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રતીક ગાંધીએ કૅપ્શન આપી હતી, ‘અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ હવે ભારતની આઝાદીની સ્ટોરીને મહાત્મા ગાંધીની લાઇફ અને તેમના સમયના માધ્યમથી દેખાડવાના છે. એને રામચન્દ્ર ગુહાની આદર્શ બુક્સ પરથી બનાવવામાં આવશે. કન્ટેન્ટ સ્ટુડિયો એ ઐતિહાસિક પાત્રની જર્નીને વાસ્તવિક દેખાડવાનો પ્રયાસ કરશે જેણે મૉડર્ન ભારતના ઇતિહાસની વ્યાખ્યા આપી છે. સમીર નાયર અને તેમની અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટની ટીમ સાથે આ જર્નીની શરૂઆત કરવા માટે આતુર છું.’

bollywood news Pratik Gandhi