પ્રતીક ગાંધીની ફિલ્મ-વેબસીરિઝ સપ્ટેમ્બરમાં જ 3 આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં

05 September, 2025 09:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પ્રવાસ વિશે વિચાર કરતાં, પ્રતીક ગાંધી કહે છે કે, "મારા કામને મહાદ્વીપની પાર જતા જોવું એક અવિશ્વસનીય સન્માનની વાત છે. ગાંધી અને ફુલે, સ્ટોરી તરીકે, આપણા ઇતિહાસ અને સમાજના ઊંડાણમાંથી ઉપજી આવે છે, તેમ છતાં તેમના વિષય સાર્વભૌમિક રીતે જોડાય છે.

પ્રતીક ગાંધીની ફિલ્મ-વેબસીરિઝ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે રજૂ

ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીની લોકપ્રિયતા હવે જગજાહેર થવામાં છે. 6 સપ્ટેમ્બરના રોજ, હંસલ મહેતાની જાણીતી બાયોપિક સીરિઝ `ગાંધી` જેનું નિર્માણ સમીર નાયરના અપ્લૉઝ એન્ટરટેઈન્મેન્ટે કર્યું છે, જેમાં પ્રતીક ગાંધીએ મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી છે, તેનું પ્રીમિયર ટોરન્ટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં થશે. આ અવસરે, પ્રતીકની પત્ની અને ખૂબ જ સારી થિયેટર આર્ટિસ્ટ ભામિની ઓઝા ગાંધી, જેમણે આ સીરિઝમાં કસ્તૂરબા ગાંધીનું પાત્ર ભજવ્યું છે, તેઓ પણ પ્રીમિયરમાં હાજર રહેશે.

ટીઆઈએફએફ પછી, પ્રતીક ગાંધી ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ ઑફ અલ્બર્ટા (IFFA) 2025 માટે કેલગરી જશે, જ્યાં 14 સપ્ટેમ્બરના તેમની સમીક્ષકો દ્વારા વખણાયેલી ફિલ્મ `ફુલે` રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં, પ્રતીક સમાજ સુધારક જ્યોતિરાવ ફુલેની ભૂમિકા ભજવી રહ્યા છે અને ભારતના સૌથી પ્રગતિશીલ દૂરદર્શી લોકોમાંથી એકનો વારસો જીવંત કરી રહ્યા છે.

આ આંતરરાષ્ટ્રીય પ્રવાસના પૂરા થવા પર, પ્રતીક ગાંધી યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા જશે, જ્યાં 20 સપ્ટેમ્બરના શિકાગો દક્ષિણ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (CSAFF)માં `ઘમાસાન`નું પ્રદર્શન કરવામાં આવશે. આ રાજનૈતિક અને દાર્શનિક ડ્રામા પ્રતીક ગાંધીની એક્ટિંગમાં ડાવયર્સિટી અને અઘરા, તેમજ મલ્ટિલેવલ પાત્રોમાં ઉતરવાની ક્ષમતાને વધારે ઉજાગર કરે છે.

આ પ્રવાસ વિશે વિચાર કરતાં, પ્રતીક ગાંધી કહે છે કે, "મારા કામને મહાદ્વીપની પાર જતા જોવું એક અવિશ્વસનીય સન્માનની વાત છે. ગાંધી અને ફુલે, સ્ટોરી તરીકે, આપણા ઇતિહાસ અને સમાજના ઊંડાણમાંથી ઉપજી આવે છે, તેમ છતાં તેમના વિષય સાર્વભૌમિક રીતે જોડાય છે. બીજી તરફ, `ઘમાસાણ` અમે એક તાણભર્યા ગ્રામીણ થ્રિલર સાથેના હ્રદયસ્થળે લઈ જાય છે, જે એક યુવાન રાષ્ટ્રના ઉદય પર કેન્દ્રિત છે જે આજે પણ પોતાના ભૂતકાળ સામે જજૂમી રહ્યો છે. હું આ સ્ટોરીઝને કેનેડા અને અમેરિકાના દર્શકો સાથે શૅર કરવા અને આ જોવા માટે ખરેખર ખૂબ જ ઉત્સાહિત છું કે આ વિભિન્ન સંસ્કૃતિઓમાં કેવી રીતે પડઘો પાડે છે."

ભારતીય કથાઓ માટે આ એક વિશેષ અને ઐતિહાસિક ક્ષણ કહી શકાય. એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની બહુ પ્રતીક્ષિત આંતરરાષ્ટ્રીય સિરીઝ `ગાંધી` (Gandhi Series)નો 2025ના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં સમાવેશ થવાનો છે. પ્રખ્યાત નિર્દેશક હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત અને અભિનેતા પ્રતીક ગાંધીની મુખ્ય ભૂમિકાવાળી આ સિરીઝને TIFFના `પ્રાઇમટાઇમ પ્રોગ્રામ`માં સામેલ કરવામાં આવી છે. અને આ પહેલી ભારતીય સિરીઝ છે જેને આ મોટા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં સ્થાન મળ્યું હોય. ઈતિહાસકાર રમચંદ્ર ગુહાના પ્રામાણિક પુસ્તકો પર આધારિત `ગાંધી` સિરીઝ એ એક વિશાળ અને અનેક સીઝનવાળી કથા છે. આ સિરીઝ આપની સામે મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનને એક નવા દૃષ્ટિકોણથી રજૂ કરે છે. ફક્ત તે મહાન વ્યક્તિ તરીકે નહીં જેને આપણે ઓળખીએ છીએ, પરંતુ એક યુવાન, ખામીઓથી ભરેલા અને મહત્ત્વાકાંક્ષી માનવી તરીકે, જે બાજુ કદાચ દુનિયાની નજર બહુ પડી નથી.

Pratik Gandhi hansal mehta bollywood buzz bollywood news international film festival of india bollywood gossips bollywood bollywood events dhollywood news entertainment news