પૈચાન કૌન?

03 June, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માલા સિંહાની દીકરી પ્રતિભા સિંહાએ જ્યારે ૧૯૯૨માં બૉલીવુડમાં એન્ટ્રી લીધી ત્યારે પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું

હાલમાં તે એક સાડી એક્ઝિબિશનમાં જોવા મળી હતી અને તેનો લુક ઓળખી ન શકાય એ હદે બદલાઈ ગયો છે

માલા સિંહાની દીકરી પ્રતિભા સિંહાએ જ્યારે ૧૯૯૨માં બૉલીવુડમાં એન્ટ્રી લીધી ત્યારે પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જોકે તેની ફિલ્મોને ખાસ સફળતા નહોતી મળી. પ્રતિભાને સાચી ઓળખ મળી ૧૯૯૬ની બ્લૉકબસ્ટર ‘રાજા હિન્દુસ્તાની’ના ગીત ‘પરદેસી પરદેસી’થી. પછી તેણે ૨૦૦૦ સુધીમાં અચાનક ફિલ્મી દુનિયા અને શો બિઝનેસને સંપૂર્ણપણે અલવિદા કહી દીધું અને એકદમ ગાયબ થઈ ગઈ. હાલમાં તે એક સાડી એક્ઝિબિશનમાં જોવા મળી હતી અને તેનો લુક ઓળખી ન શકાય એ હદે બદલાઈ ગયો છે. આ એક્ઝિબિશનમાં તેણે ૮-૧૦ સાડીઓ ખરીદી અને ત્યાં હાજર લોકો સાથે સહજતાથી વાતચીત કરી. એટલું જ નહીં, આ પ્રસંગે તેણે પોતે જ ખુલાસો કર્યો કે હવે તેનું નામ પ્રતિભા સિંહા નહીં પણ પ્રતિભા લોહાની છે. ફિલ્મોમાં આવતાં પહેલાં તેનું આ જ નામ હતું.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news mala sinha pratibha sinha