મુંબઈની ફિઝિયોથેરપિસ્ટ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો પ્રભુ દેવા

23 November, 2020 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની ફિઝિયોથેરપિસ્ટ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો પ્રભુ દેવા

પ્રભુ દેવા

પ્રભુ દેવાએ નજીકનાં સગાંસંબંધીઓની હાજરીમાં મુંબઈની ફિઝિયોથેરપિસ્ટ ડૉક્ટર હિમાની સાથે મેમાં લગ્ન કરી લીધાં છે. જોકે આ વાતનો ખુલાસો હવે થઈ રહ્યો છે. તેમનાં લગ્ન ચેન્નઈમાં થયાં હતાં. ડૉક્ટર હિમાની પાસે પ્રભુ દેવાએ પોતાની પીઠની અને પગની ટ્રીટમેન્ટ કરાવી હતી. ત્યારથી જ તેમની વચ્ચે નિકટતા વધી હતી એટલું જ નહીં, લગ્નનો નિર્ણય લેતાં પહેલાં બન્ને ચેન્નઈમાં બે મહિના સુધી લિવ-ઇનમાં રહ્યાં હતાં. ત્યાર બાદ પ્રભુ દેવાના ચેન્નઈના ઘરે ખૂબ ઓછા લોકોની હાજરીમાં લગ્ન થયાં હતાં. આ પ્રભુ દેવાનાં બીજાં લગ્ન છે. તેણે પહેલી વાઇફ રામલતા સાથે ડિવૉર્સ લઈ લીધા છે. પ્રભુ દેવાનાં લગ્નની પુષ્ટિ કરતાં તેના મોટા ભાઈ રાજુ સુંદરમે કહ્યું હતું કે ‘લોકો પાસે તો હવે પૂરતી માહિતી પહોંચી ગઈ છે. પ્રભુ દેવાનાં લગ્નથી અમે ખૂબ ખુશ છીએ.’

entertainment news bollywood bollywood news bollywood gossips prabhu deva