અનન્યા બિરલાની ફૅમિલીને કૅલિફૉર્નિયાની રેસ્ટોરાંની બહાર તગેડી મૂક્યા

27 October, 2020 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનન્યા બિરલાની ફૅમિલીને કૅલિફૉર્નિયાની રેસ્ટોરાંની બહાર તગેડી મૂક્યા

અનન્યા બિરલા

અમેરિકામાં પૉપ સ્ટાર અનન્યા બિરલા અને તેની ફૅમિલીને કૅલિફૉર્નિયાની સ્કુપા રેસ્ટોરાંએ વગર કારણ બહાર હાંકી કાઢ્યાં હતાં. એને લઈને ફરી એક વખત જાતિવાદનો મુદ્દો ઊછળ્યો છે. પોતાની સાથે થયેલી આ ઘટનાનો ચિતાર અનન્યાએ જણાવ્યો છે. એ વિશે ટ્વિટર પર અનન્યાએ ટ્વીટ કર્યું હતું કે ‘સ્કુપા રેસ્ટોરાંએ મને અને મારી ફૅમિલીને બહાર કાઢ્યાં હતાં. આ ખૂબ જ રેસિસ્ટ, ખૂબ જ દુઃખદ છે. તમારા કસ્ટમર્સ સાથે સારો વ્યવહાર તમારે રાખવો જોઈએ. ખૂબ જ જાતિવાદ છે. આ ઠીક નથી. અમે તમારી રેસ્ટોરાંની બહાર 3 કલાક સુધી રાહ જોઈ હતી. તમારા

વેઇટર જોશુઆ સિલ્વરમૅનનું વર્તન મારી મમ્મી સાથે ખૂબ જ ખરાબ હતું. આ ખરેખર અયોગ્ય છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips california