આયુષ્માનની 'બાલા' વિવાદમાં, પોલીસે સમન્સ મોકલ્યું

03 June, 2019 04:50 PM IST  |  મુંબઈ

આયુષ્માનની 'બાલા' વિવાદમાં, પોલીસે સમન્સ મોકલ્યું

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની ટાલિયા વ્યક્તિની કહાની પર આધારિત ફિલ્મ 'બાલા' મુસીબતમાં પડતી જણાઈ રહી છે. વાર્તાકાર કમલ ચંદ્રાએ આયુષ્માન પર પોતાની વાર્તાની ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. અને તેમની સામે મુંબઈ પાસે આવેલા કાશી-મીરા પોલીસ સ્ટેશનમાં 29 મેના દિવસે એક લેખિત ફરિયાદ દાખલ કરાવી હતી. આયુષ્માનને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે સમન્સ જાહેર કરી છે. પોલીસ દ્વારા જાહેર સમન્સમાં સ્પષ્ટ લખ્યું છે કે જો તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર નહીં થાય તો, આ બાબતમાં આરોપી માનીને એમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમને ઘણી વાર ફોન અને મેસેજ કર્યા છતાં આયુષ્માને કોઈ વાતનો જવાબ આપ્યો નથી.

આ સાથે જ તેમણે 'બાલા'ના નિર્દેશક અમર કૌશિક અને નિર્માતા દિનેશ વિજન સામે પણ ફરિયાદ કરી છે. મહત્વનું છે કે આ મામલો પહેલા જ મુંબઈ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. માર્ચમાં કમલે આયુષ્માન ખુરાના અને ફિલ્મ મેકર્સ સામે મામલો દાખલ કર્યો હતો.

ફરિયાદ મામલે કમલ ચંદ્રાએ કહ્યું કે, "મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. તેની ત્રીજી સુનાવણી હાલમાં જ એપ્રિલમાં થઈ હતી. પણ અદાલતના નિર્ણયની રાહ જોયા વગર જ આયુષ્માન અને તેની ટીમે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલ અદાલત ગરમીની રજા પર છે. પરંતુ તેને એ મતલબ નથી કે અદાલતનો નિર્ણય આવે તે પહેલા જ શૂટિંગ શરૂ કરી દેવામાં આવે."

જો કે આ મામલે આયુષ્માનની લીગલ ટીમનું કહેવું છે કે આ મામલાને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યો છે. હાલ આ મામલો અદાલતમાં છે અને 10 જૂને આગામી સુનાવણી છે. અમારી સ્ક્રિપ્ટ ઓરિજિનલ છે. બાલાની શૂટિંગ 6 મેના રોજથી શરૂ થઈ ગઈ છે, જેમા આયુષ્માન ટાલિયા વ્યક્તિના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો : GQ બેસ્ટ ડ્રેસ એવોર્ડમાં કેટરીનાએ પહેર્યો થ્રી પીસ પાવર સૂટ, જુઓ તસવીરો

શું છે આરોપ

કમલ ચંદ્રાનો આરોપ છે કે તેણે 2017માં દોઢ પાનાની ફિલ્મની કહાની આયુષ્માનને વોટ્સએપ કરી હતી. જે તેને પસંદ આવી હતી. બાદમાં તેણે મને યશરાજ સ્ટુડિયો મળવા બોલાવ્યો હતો પરંતુ અમે મળી નહોતા શક્યા. તેમણે મારા મેસેજનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું અને મને એક દિવસ ખબર પડી કે મારી જ મૂળ કહાની પર ફિલ્મ બાલા બની રહી છે. જે બાદ તેઓ અદાલતમાં ગયા હતા.

ayushmann khurrana bollywood news