જમ્મુમાં અક્ષય કુમારની કાર જપ્ત કરી લીધી પોલીસે

14 August, 2025 07:06 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

ટ્રાફિક ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે કાયદો બધા માટે સરખો છે - પછી એ સામાન્ય નાગરિક હોય કે કોઈ સેલિબ્રિટી.

અક્ષયની કાર

અક્ષય કુમાર ગઈ કાલે એક કાર્યક્રમમાં હાજર રહેવા જમ્મુ પહોંચ્યો હતો. અક્ષય જે કારમાં જમ્મુ પહોંચ્યો એમાં કાળા કાચ લાગેલા હતા, જેને કારણે ત્યાંની ટ્રાફિક પોલીસે એ ગાડી જપ્ત કરી લીધી હતી. ગાડીમાં લાગેલા કાળા કાચ મોટર વ્હીકલ ઍક્ટના નિયમનો ભંગ કરે છે એટલે એના પર કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે કાયદો બધા માટે સરખો છે - પછી એ સામાન્ય નાગરિક હોય કે કોઈ સેલિબ્રિટી.

akshay kumar bollywood buzz bollywood news bollywood entertainment news jammu and kashmir