યુવાન અને પ્રતિભાશાળી અભિનેતા બહુ જલ્દી ચાલ્યો ગયો: વડાપ્રધાન

14 June, 2020 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

યુવાન અને પ્રતિભાશાળી અભિનેતા બહુ જલ્દી ચાલ્યો ગયો: વડાપ્રધાન

'કિસ દેશ મેં હૈ મેરા દિલ' દ્વારા ટેલિવિઝન ક્ષેત્રે પદાર્પણ કરનાર અને 'કાય પો છે' દ્વારા ફિલ્મ ક્ષેત્રમાં ઝંપ લાવાનાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે 14 જૂને બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરતા દરેકને આંચકો લાગ્યો છે. આ સમાચાર સાંભળીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ શૉક લાગ્યો છે. વડાપ્રધાન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહૃહિત અનેક નેતાઓએ અભિનેતાના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

વડાપ્રધાને ટ્વીટમાં કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપુત યુવાન અને પ્રતિભાશાળી અભિનેતા બહુ જલ્દી ચાલ્યો ગયો. તેણે ટીવી અને ફિલ્મોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. પોતાના યાદગાર અભિનયથી મનોરંજનની દુનિયામાં તેણે અનેક લોકોને પ્રેરણા આપી છે. તેના નિધનથી બહુ આઘાત લાગ્યો. મારી પ્રાર્થના તેના પરિવાર અને ફેન્સ સાથે છે.

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, ભારતીય સિનેમામાં તેના યોગદાન માટે તેને હંમેશાં યાદ કરવામાં આવશે

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ અભિનેતાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

રાજ્યના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સમચારને સ્તબ્ધ કરનારા કહ્યા હતા.

અભિનેત્રી અને ટૅક્સટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, તું આ રીતે કઈ રીતે ચાલ્યો ગયો તેની માટે મારી પસે શબ્દો નથી. બાલાજીમાં આવ્યો ત્યારે એક નાનકડો યુવાન છોકરો હતો જેણે રાષ્ટ્ર પર રાજ કર્યું. હજી તો ઘણો લાંબો પ્રવાસ કરવાનો હતો. સુશાંત સિંહ રાજપુત તું બહુ જલ્દી જતો રહ્યો.

રેલવે પ્રધાન પિયુષ ગોયલે પણ દુ;ખ વ્યક્ત કર્યું હતુ.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેના પરિવાર, પ્રિયજનોને અને ફૅન્સને ભગવાન તાકાત આપે.

મહારાષ્ટ્રના ભુતપુર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શૉક પ્રગટ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, પ્રભુ શ્રી રામેન મારી પ્રાર્થના છે કે તેઓ અભિનેતાને તેના ચરણોમાં સ્થાન આપે.

મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન રાજેશ ટોપેએ લખ્યું હતું કે, અભિનેતાના મૃત્યુના સમાચાર સાંભળીને બહુ દુ:ખ થયું.

અભિનેતાના મૃત્યુથી સહુ કોઈ દુ:ખમાં ગરકાવ થઈ ગયું છે.

entertainment news bollywood bollywood news sushant singh rajput narendra modi arvind kejriwal amit shah smriti irani uddhav thackeray devendra fadnavis yogi adityanath piyush goyal rajnath singh