PM Narendra Modi:વિદ્યાર્થીઓએ વિવેક ઓબેરોયને સીટીઓથી વધાવ્યા

10 April, 2019 11:33 AM IST  | 

PM Narendra Modi:વિદ્યાર્થીઓએ વિવેક ઓબેરોયને સીટીઓથી વધાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે વિવેક ઓબેરોય અને ફિલ્મની ટીમ સતત પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મને લઈ જાતભાતની ચર્ચાઓ થઈ રહી છે. જો કે વિવેક ઓબેરોયની આ ફિલ્મને લઈ દર્શકો ઉત્સાહિત છે.

આ વાતની સાબિતી છે એક વીડિયો. PM Narendra Modiના જીવન પર આધારિત ફિલ્મના પ્રમોશન માટે વિવેક ઓબેરોયે તાજેતરમાં જ શારદા યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જ્યાં વિવેક ઓબેરોયે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી.

 

આ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવેક ઓબેરોયને ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો. ગ્રેટર નોઈડાની આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ વિવેક ઓબેરોય જે ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યા છે, તેમનું શાનદાર સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના જીવન પર આધારિત આ ફિલ્મને ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે. ફિલ્મને સંદીપ સિંઘ, સુરેશ ઓબેરોય અને આનંદ પંડિતે પ્રોડ્યુસ કરી છે. સંદીપ સિંઘ ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર પણ છે.

narendra modi vivek oberoi omung kumar bollywood news