PM મોદીએ બોલીવુડના સિતારાઓ સાથે કરી મુલાકાત, આ કલાકારો સાથી લીધી સેલ્ફી

20 October, 2019 10:17 AM IST  |  નવી દિલ્હી

PM મોદીએ બોલીવુડના સિતારાઓ સાથે કરી મુલાકાત, આ કલાકારો સાથી લીધી સેલ્ફી

શાહરૂખ અને આમિર સાથે PM ની સેલ્ફી

PM મોદીનો ફિલ્મી કલાકારો સાથેનો લગાવ કોઈનાથી છૂપો નથી. તેઓ ભલે વધારે ફિલ્મો નથી જોતા પરંતુ તેઓ બોલીવુડ અને ટેલિવુડ સેલેબ્સ સાથે મુલાકાત કરતા રહે છે. તમને યાદ હશે કે કેટલાક દિવસો પહેલા વડાપ્રધાન મોદીએ કરણ જોહર, આલિયા ભટ્ટ સહિતના સિતારાઓ સાથે મુલાકાત કરી હતી. શનિવારે ફરી એકવાર પીએમ મોદીએ ફિલ્મ અને ટીવીના અનેક જાણીતા સિતારાઓ સાથે મુલાકાત કરી.

આ પણ જુઓઃ વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

વડાપ્રધાન મોદીએ શનિવારે શાહરૂખ ખાન, આમિર ખાન, કંગના રનૌત, સોનમ કપૂર, કપિલ શર્મા, એકતા કપૂર સહિતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ સાથે મુલાકાત કરી. અવસર હતો મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનો. આ મોકા પર વડાપ્રધાને ન માત્ર સેલેબ્સ સાથે મુલાકાત કરી પરંતુ તેમની સામે સેલ્ફી પણ લીધી. પીએમએ સેલેબ્સના કામના વખાણ કરતા કહ્યું કે જ્યારે ગાંધીના આદર્શોને લોકપ્રિય કરવાની વાત આવે છે ત્યારે ફિલ્મ અને ટીવીની દુનિયાના અનેક લોકો ખૂબ જ સારું કામ કરે છે. તેમણે કહ્યું કે રચનાત્મકતાની તાકાત બહુ ઉંડી છે અને તેનો દેશ માટે ઉપયોગ કરવો જરૂરી છે.

Shah Rukh Khan aamir khan narendra modi