PM Narendra Modi:બાયોપિકનું ગીત 'ફકીરા'માં દેખાઈ પીએમની સંઘર્ષભરી સફર

03 April, 2019 05:08 PM IST  | 

PM Narendra Modi:બાયોપિકનું ગીત 'ફકીરા'માં દેખાઈ પીએમની સંઘર્ષભરી સફર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત બાયોપિકનું નવું ગીત રિલીઝ થયું છે. ફિલ્મનું નવું ગીત ફકીરા આજે સવારે રિલીઝ કરી દેવાયું છે. આ ગીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંઘર્ષભરેલી સફર દર્શાવાઈ છે.

ફકીરા ગીતને શશિ સુમન અને રાજા હસને ગાયું છે. તો શશિ-ખુશીની જોડીએ ગીત કમ્પોઝ કર્યું છે. ગીતના શબ્દો સદારાએ લખ્યા છે. ગીતની સિનેમેટોગ્રાફી સુંદર છે, આ ગીત એક વિઝ્યુઅલી ટ્રિટ છે.

 

ફિલ્મના ડિરેક્ટર ઓમંગકુમારે આ ગીતને ટ્વિટર પર શૅર કર્યું છે. આ પહેલા ફિલ્મનું ટ્રેલર અને ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. ફિલ્મને લઈ દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ છે. અહીં જુઓ ફકીરાનો વીડિયો

 ઉલ્લેખનીય છે કે ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી છે. આ ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. ફિલ્મને ઓમંગકુમારે ડિરેક્ટ કરી છે. તો ફિલ્મને સંદીપ સિંહ, સુરેશ ઓબેરોય અને આનંદ પંડિતે ડિરેક્ટ કરી છે.

narendra modi vivek oberoi bollywood