ફિલ્મ PM Narendra Modiનું મ્યુઝિક છે ઈન્સ્પાયરિંગ

01 April, 2019 09:30 PM IST  | 

ફિલ્મ PM Narendra Modiનું મ્યુઝિક છે ઈન્સ્પાયરિંગ

ફિલ્મના એક દ્રશ્યમાં વિવેક ઓબેરોય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિલ્મના તમામ ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. ફિલ્મ પણ હવે રિલીઝ થવા માટે સેટ છે. ત્યારે ફિલ્મના ગીતો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ફિલ્મના તમામ છ ગીતો સ્ટોરીને આગળ વધારે તેવા છે. તમે પણ ફિલ્મના સૌગંધ મુજે ઈસ મિટ્ટી કી સહિતના ગીતો સાંભળ્યા હશે. ફિલ્મના ગીતો રુંવાડા ઉભા કરી દે તેવા છે.

સૌગંધ મુજે ઈસ મિટ્ટી કી ગીત હોય કે હિન્દુસ્તાની ગીત ફિલ્મના તમામ ગીતો જુસ્સો વધારનારા છે. ફિલ્મમાં સંગીત શશિ-ખુશી અને હિતેષ મોદકે આપ્યું છે. બંનેએ ફિલ્મમાં 3-3 ગીતો કમ્પોઝ કર્યા છે. ફિલ્મનું ગીત સૌગંધ મુજે ઈસ મિટ્ટી કી સુખવિંદરસિંહ અને શશિ સુમને ગાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વાપરેલા શબ્દો પરથી પ્રસૂન જોશીએ આ ગીત લખ્યું છે. તો 90ઝનું ગીત સુનો ગૌર સે દુનિયાવાલો પણ જુસ્સો ભરી દે છે. શશિ અને ખુશીએ રિક્રિએટ કરેલું આ ગીત સિદ્ધાર્થ મહાદેવને ગાયું છે. તો ફિલ્મનું ગીત ફકીરા એક શાંત ગીત છે, જેને રાજ હસને અવાજ આપ્યો છે.

તો હિતેષ મોદકે ફિલ્મનું રૅપ સોંગ 'નમો નમો' કમ્પોઝ કર્યું છે. જેને પ્રોડ્યુસર સંદીપ સિંઘ અને રેપર પેરી જીએ ગાયુ છે. હિતેષ મોદકે જ મેરી નઝર મેં એક ઈમોશનલ ટ્રેક છે જેને જાવેદ અલીએ અવાજ આપ્યો છે. ઈશ્વર અલ્લાહ તેરો નામ 1947:અર્થ માતી લેવાયું છે. જેને સુવર્ણા તિવારીએ આપ્યું છે. આ ગીતમાં વિશ્વમાં સૌથી મોટી માણસાઈનો ધર્મ હોવાની વાત કરાઈ છે.

આ પણ વાંચોઃ PM Narendra Modi Biopic:માતા સાથે સંબંધ દર્શાવતો ડાયલોગ પ્રોમો રિલીઝ

આ ફિલ્મનું આખું આલ્બમ મેઘદીપ બોઝ, હિતેષ મોદકે પ્રોગ્રામ કર્યું છે, બંનેએ ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ આપ્યો છે. તો ઓડિયો મિક્સ કરવાની જવાબદારી તૌસિફ શેખે સંભાળી છે. અને ફિલ્મનું મ્યુઝિક પાર્ટનર ટી સિરીઝ છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.

narendra modi vivek oberoi bollywood