PM મોદી બાયોપિક: ચૂંટણી આયોગે કોર્ટને સોંપી રિપોર્ટ, શુક્રવારે સુનાવણી

22 April, 2019 12:37 PM IST  | 

PM મોદી બાયોપિક: ચૂંટણી આયોગે કોર્ટને સોંપી રિપોર્ટ, શુક્રવારે સુનાવણી

ચૂંટણી આયોગે કોર્ટને સોંપી રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ની રિલીઝને લઈને ચૂંટણી આયોગને બંધ કવરમાં તેમની રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દેવામાં આવ્યો છે હવે આ વિશે સુપ્રીમ કોર્ટ આ વિશે આગળની સુનાવણી શુક્રવારે કરવામાં આવશે. જણાવી દઈ કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી કમિશન માટે બુધવારે સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું.

ચુંટણી આયોગના 7 અધિકારીઓએ ફિલ્મ જોઇ રીપોર્ટ તૈયાર કર્યો

ફિલ્મમેકર્સ દ્વારા ચૂંટણી આયોગના 7 અધિકારીઓએ પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકને જોઈ હતી અને ફિલ્મ જોયા પછી તેમનો ફિલ્મ વિશેનો રિવ્યૂ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટને આજે આપ્યો છે. આ રિપોર્ટને આધારે સુપ્રીમ કોર્ટ 26 એપ્રિલે સુનાવણી થશે અને ફિલ્મની રિલીઝને લઈને આગળ નિર્ણય લેવામાં આવશે.

 

આ પણ વાંચો: PM મોદીની બાયૉપિક પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

 

ચૂંટણીના પગલે રિલીઝના એક દિવસ પહેલા જ ચૂંટણી પૂરીના થાય ત્યા સુધી ફિલ્મ પર બૅન મુકવામાં આવ્યો હતો. બૅન મુકતાની સાથે ફિલ્મ મેકર્સે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગને પૂછ્યું હતું કે વિવેક ઓબેરોય સ્ટારર આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવો જોઈએ કે નહી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ફિલ્મ મેકર્સને આદેશ આપ્યો હતો કે ચૂંટણી આયોગને ફિલ્મ બતાવવામાં આવે જેની રિપોર્ટ 22 એપ્રીલ સુધી કોર્ટ સમક્ષ બંધ કવરમાં જમા કરાવવામાં આવે. હવે રિપોર્ટને આધારે આગળની સુનાવણી કરાશે

narendra modi Election 2019 vivek oberoi