PM Narendra Modi Biopic:માતા સાથે સંબંધ દર્શાવતો ડાયલોગ પ્રોમો રિલીઝ

01 April, 2019 04:56 PM IST  | 

PM Narendra Modi Biopic:માતા સાથે સંબંધ દર્શાવતો ડાયલોગ પ્રોમો રિલીઝ

ફિલ્મના પ્રોમોનું એક દ્રશ્ય

વડાપ્રધાન મોદીના જીવન પર બનેલી ફિલ્મ PM Narendra Modi Biopic 5 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા વધુ એક ડાયલોગ પ્રોમો રિલીઝ થયો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબા વચ્ચેનું બોન્ડિંગ દેખાઈ રહ્યું છે.

ફિલ્મના મેકર્સે ફિલ્મના સત્તાવાર ટ્વિટર હેન્ડલર પરથી નવો ડાઈલોગ પ્રોમો રિલીઝ કર્યો છે. આ ફિલ્મનો ત્રીજો ડાઈલોગ પ્રોમો છે. જેમાં પીએમ મોદી માતાને મળ્યા બાદ દિલ્હીના રાજકારણમાં આવ્યા તેની ઝલક બતાવાઈ છે. ટ્વિટમાં વીડિયોની સાથે લખવામાં આવ્યું છે,'ઔર આગે કી કહાની તો આપ જાનતે હી હૈ.'

જુઓ વીડિયો

 

ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું પાત્ર ઝરીના વહાબ ભજવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના જીવનમાં તેમની માતાનું ખૂબ જ મહત્વ છે. પીએમ મોદી જ્યારે ગુજરાત આવે ત્યારે માતાને મળવાનું ભૂલતા નથી ત્યારે ફિલ્મમાં મા-દીકરાનો સંબધ પણ સજીવન થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકને ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે. તો સંદીપ સિંઘ, સુરેશ ઓબેરોય અને આનંદ પંડિતે ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.

 

narendra modi vivek oberoi bollywood