PM મોદીએ કર્યા વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર 1 ટીમના વખાણ

12 September, 2019 12:04 PM IST  | 

PM મોદીએ કર્યા વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર 1 ટીમના વખાણ

ફિલ્મ અભિનેતા વરૂણ ધવને ફિલ્મ કુલી નંબર 1 ના સેટને પ્લાસ્ટીક મુક્ત બનાવવાની જાહેરાત કરી છે. આ પહેલને લઈને હવે કુલી નંબર 1ની ટીમ સેટ પર પ્લાસ્ટીકની જગ્યાએ સ્ટીલની બોટલોનો ઉપયોગ કરશે. કુલી નંબર 1ની ટીમના આ ખાસ શરૂઆતના પીએમ નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા છે.

વરૂણ ધવને કુલી નંબર 1ની ટીમ સાથે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો પોસ્ટ કરતા કેપ્શન આપ્યું હતું ,' પ્લાસ્ટીક મુક્ત દેશ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી લડત અત્યારના સમયની માગ છે. અને નાના પરિવર્તનથી આ શક્ય બની શકે છે. #coolieNo1 ના સેટ પર હવે પ્લાસ્ટિકની જગ્યાએ સ્ટીલની બોટલનો ઉપયોગ કરાશે. આ પહેલ સાથે ફિલ્મ કુલી નંબર 1નો સેટ પહેલો પ્લાસ્ટિક મુક્ત બોલીવુડ ફિલ્મ સેટ બની ગયો છે. કુલી નંબર 1ની ટીમની આ પહેલ પછી પીએમ મોદીએ વખાણ કર્યા હતા.

આ પણ વાંચો: અમેરિકાથી સારવાર કરાવીને પાછા આવેલા ઋષિ કપૂરને મળવા પહોંચી આલિયા ભટ્ટ, જુઓ તસવીરો

વડાપ્રધાન મોદીએ તેના વખાણ કરતા લખ્યું હતું કે, #coolieNo1ની ટીમ દ્વારા શરૂ થયેલો પ્રયત્ન શાનદાર છે. ભારતને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્ત કરાવવા માટે ફિલ્મી દુનિયાના યોગદાનને જોઈને આનંદ થઈ રહ્યો છે.' ઉલ્લેખનીય છે કે કુલી નંબર 1ની ટીમે આ નિર્ણય વડાપ્રધા નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા દિવસ પર કરેલી જાહેરાતના કેટલાક દિવસ પછી કર્યો હતો. સ્વતંત્રતા દિવસના ભાષણમાં પીએમ મોદીએ પર્યાવરણ સંરક્ષણ માટે કાપડની થેલીનો ઉપયોગ કરવાની વાત પણ કરી હતી.

varun dhawan bollywood gossips gujarati mid-day