ગાયિકા ભૂમિ ત્રિવેદીએ મુંબઈ પોલીસનો માન્યો આભાર, જાણો શા માટે

25 July, 2020 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગાયિકા ભૂમિ ત્રિવેદીએ મુંબઈ પોલીસનો માન્યો આભાર, જાણો શા માટે

ભૂમિ ત્રિવેદી (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

અત્યારના સમયમાં આખી દુનિયા સોશ્યલ મીડિયા દ્વારા પોતાની ઓળખ બનાવી રહી છે. થોડાક સમય પહેલાં પાર્શ્વગાયિકા ભૂમિ ત્રિવેદી (Bhoomi Trivedi)નું ફૅક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. આ ફૅક અકાઉન્ટ દ્વારા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના લોકોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગાયિકાએ મુંબઇ પોલીસની મદદ માંગી હતી. મુંબઈ પોલીસે તાત્કાલિક મદદ કરતા ગાયિકાએ તેમનો આભાર માન્યો હતો.

ભૂમિ ત્રિવેદીના ફૅક અકાઉન્ટ દ્વારા કરોડો બનાવટી ફોલોઅર્સ બનાવવામાં આવ્યા અને પછી આ જ ફૅક અકાઉન્ટનો હવાલો આપીને ગાયિકાના બૉલીવુડ ઈન્ડસ્ટ્રીના મિત્રોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને તગડી રકમના બદલામાં કરોડો ફોલોઅર્સ બનાવવાની ઓફર આપવામાં આવી હતી. એક પ્રખ્યાત કોરિયોગ્રાફર પણ આ જાળમાં ફસાઈ ગયા હતાં અને તેમણે તો પૈસા પણ આપી દીધા હતાં. પણ અચાનક તેમને અહેસાસ થયો કે દાળમાં કંઈક કાળું છે અને આ બાબતની પુષ્ઠિ કરવા માટે તેમણે ભૂમિ ત્રિવેદીનો સંપર્ક કર્યો. ત્યારે ગાયિકાને ખબર પડી કે તેના નામનું ફૅક અકાઉન્ટ બનાવીને ફોલોઅર્સ વધારવાનું તેમજ પૈસા પડાવી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારબાદ ગાયિકાએ તાત્કાલિક મુંબઈ પોલીસનો સંર્પક કર્યો હતો. મુંબઈ પોલીસે આ બાબતે તાત્કાલિક પગલા લેતા ગાયિકાએ તેમનો આભાર માન્યો હતો.

ગાયિકાની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચના સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ યૂનિટે અભિષેક દવાડે નામના આરોપીની ધરપકડ કરી હતી. તેણે કબુલ્યું હતું કે, તે followerskart.comમાં કામ કરે છે અને તેના પોતાના 176 ફૅક અકાઉન્ટ છે. જેના પાંચ લાખ કરતા વધુ ફોલોઅર્સ છે. જેમાંથી 18 બૉલીવુડ સેલેબ્ઝ છે.

દેશમાં ફૅક ફોલોઅર્સ વેચતી 100 કંપનીઓ છે. જેમાંથી 54 કંપનીઓ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ડિટેક્ટ કરી લીધી છે. આ બાબતની તપાસ માટે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ યૂનિટ અને સાયબર સેલના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.

entertainment news bollywood bollywood news bollywood gossips mumbai police crime branch bhoomi social networking site