10 July, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
રણબીર કપૂરની ‘રામાયણ’ આ વર્ષની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની રહી છે. તાજેતરમાં ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે ફિલ્મ એના આગામી તબક્કા તરફ આગળ વધી રહી છે અને ટ્રેલર-લૉન્ચની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે નિતેશ તિવારીની ‘રામાયણ’નું ટ્રેલર ૧૮ જુલાઈએ નવી દિલ્હીના ભારત મંડપમમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવશે. આ ટ્રેલર-લૉન્ચ કાર્યક્રમમાં ડિરેક્ટર નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રાની સાથે-સાથે ફિલ્મની સ્ટારકાસ્ટના અનેક સભ્યો પણ હાજરી આપે તેવી ચર્ચા છે.
‘રામાયણ’માં રણબીર કપૂર પ્રભુ શ્રી રામની ભૂમિકામાં જોવા મળશે જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવશે. આ મેગા બજેટ ફિલ્મમાં લંકાપતિ રાવણ તરીકે યશ, બજરંગબલી તરીકે સની દેઓલ, લક્ષ્મણ તરીકે રવિ દુબે, દશરથ તરીકે અરુણ ગોવિલ અને કૈકેયી તરીકે લારા દત્તા જોવા મળશે.