પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

02 June, 2020 09:57 PM IST  |  Mumbai Desk | Rashmin Shah

પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ‘ઓમ શાંતિ ઓમ’નો આ પૉપ્યુલર ડાયલૉગ હવે ઝીટીવીના એક કૉમેડી શોનું ટાઇટલ બનવાનું છે. લૉકડાઉન વચ્ચે સૌકોઈ અત્યારે પોતાની ચૅનલ પર ફ્રેશ કન્ટેન્ટ આપવાની કોશિશ કરે છે એમાં ઝીટીવીએ આ નવો શો ડિઝાઇન કર્યો છે. આ નવા શોનું ફૉર્મેટ કૉમેડી છે અને એમાં બૉલીવુડની જાણીતી ફિલ્મોના આઇકૉનિક સીનનું સ્પૂફ તૈયાર કરવામાં આવશે. યાદગાર બની ગયેલા સીનની જો મિમિક્રી થાય તો એ મિમિક્રી કેવું રિઝલ્ટ આપે અને એ કેવું પેટ પકડીને હસાવે એ દેખાડવાનું કામ ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત’માં જોવા મળશે.

ઝીટીવી આ અગાઉ લૉકડાઉન દરમ્યાન બે નવા શો ‘ઘર ઘર સિંગર’ અને ‘હાઉઝી’ કર્યા છે.

bollywood bollywood news bollywood gossips deepika padukone Shah Rukh Khan