પત્રલેખાના ડૅડીનું થયું નિધન

13 April, 2021 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમારા બધા ફ્રેન્ડ્સ મને કહી રહ્યા છે કે તમે તેમના માટે ગ્રેટ ફ્રેન્ડ, એક ફિલોસૉફર અને એક માર્ગદર્શક રહ્યા છો. તમને બીજી દુનિયામાં મળીશું. આઇ લવ યુ.

પત્રલેખાના ડૅડીનું થયું નિધન

પત્રલેખાના ડૅડી અજિત પૉલનું અવસાન થતાં તે ખૂબ દુખી થઈ છે. પત્રલેખાએ તેના પિતાનો ફોટો શૅર કર્યો છે. ફોટો પર ફૂલમાળા ચડાવેલી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પત્રલેખાએ કૅપ્શન આપી હતી કે ‘હું ગુસ્સામાં છું, હું દુખી છું અને મારી પાસે કહેવા માટેના શબ્દો નથી. આ દર્દ આ દુઃખ મારા શરીરના દરેક ભાગને દર્દ પહોંચાડી રહ્યું છે. પાપા તમે કંઈ પણ કીધા વગર ચાલ્યા ગયા. હું તમને ખૂબ પ્રેમ કરું છું. અમે હંમેશાં તમારો ભાગ બનીને રહીશું અને તમે હંમેશાં અમારી અંદર જીવંત રહેશો. આશા છે કે હું તમને ગર્વ થાય એવું કામ કરીશ. અમને આ સુંદર જીવન આપવા માટે થૅન્ક યુ. તમે હંમેશાં અથાક મહેનત કરી છે જેથી કરીને અમને શાનદાર લાઇફ મળી શકે. તમે બેસ્ટ ફાધર અને બેસ્ટ હસબન્ડ બન્યા છો. તમને તમારું કામ ખૂબ પસંદ હતું અને તમે એમાં ઉત્તમ કામ કર્યું છે. તમારા બધા ફ્રેન્ડ્સ મને કહી રહ્યા છે કે તમે તેમના માટે ગ્રેટ ફ્રેન્ડ, એક ફિલોસૉફર અને એક માર્ગદર્શક રહ્યા છો. તમને બીજી દુનિયામાં મળીશું. આઇ લવ યુ.’

bollywood news bollywood bollywood gossips patralekha