પ્રિયંકા સાથે પરિણીતીને ઍક્શન ફિલ્મ કરવી છે

13 July, 2019 05:29 PM IST  |  મુંબઈ

પ્રિયંકા સાથે પરિણીતીને ઍક્શન ફિલ્મ કરવી છે

પ્રિયંકા અને પરિણીતિ ચોપરા

પરિણીતી ચોપડાને તેની બહેન પ્રિયંકા ચોપડા જોનસ સાથે ઍક્શન ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા છે. પરિણીતીને તાજેતરમાં જ પૂછવામાં આવ્યું હતું કે શું તેની બહેન પ્રિયંકા સાથે કામ કરવાનાં કોઈ પ્લાન છે? એનો જવાબ આપતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘મેં હાલમાં જ કહ્યું હતું કે જો કોઈ પ્રોડ્યુસર્સ અથવા તો કોઈ ડિરેક્ટર્સ ઍક્શન ફિલ્મ બનાવશે તો અમે સાથે કામ કરવા માટે તૈયાર છીએ. અમે બન્નેએ સાથે કામ કરવા વિશે અનેકવાર ચર્ચા પણ કરી છે. જોકે સ્ક્રિપ્ટ પણ સારી હોવી જોઈએ.’

પ્રિયંકા ચોપડા જોનસનું દેસી ગર્લનું સ્થાન કોઈ ના લઈ શકે : પરિણીતી

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

પરિણીતી ચોપડાનું કહેવું છે કે પ્રિયંકા ચોપડા જોનસનું ‘દેસી ગર્લ’નું સ્થાન કોઈ લઈ શકશે નહીં. ૨ ઑગસ્ટે રિલીઝ થનારી ‘જબરિયા જોડી’માં પરિણીતી સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. આ ફિલ્મમાં તેનાં દેસી અવતારની ખાસ્સી પ્રશંસા કરવામાં આવી રહી છે. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે ‘દેસી ગર્લ’ બનવા તરફ આગળ વધી રહી છે. એનો જવાબ આપતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘આ વિશે હું શું કહી શકું? મારા મતે આ વર્લ્ડમાં, ઇન્ડસ્ટ્રીમાં એક જ દેસી ગર્લ છે અને તેનું સ્થાન તો કોઈ ના લઈ શકે. આટલુ જ નહીં હું પ્રિયંકા સાથે કોઈ સ્પર્ધામાં પણ ઉતરવા નથી માગતી. સિદ્ધાર્થ અને હું આ ફિલ્મમાં દેસી અવતારમાં જોવા મળશું. આટલું જ હું કહેવા માગુ છું. કારણ કે એક જ દેસી ગર્લ છે અને તેની જગ્યા તો કોઈ લઈ શકશે નહીં.’

priyanka chopra parineeti chopra bollywood bollywood events bollywood gossips bollywood news