લોહીથી લથપથ ચહેરા સાથે બાથટબમાં દેખાઈ પરિણીતી ચોપરા !

21 August, 2019 12:13 PM IST  |  મુંબઈ

લોહીથી લથપથ ચહેરા સાથે બાથટબમાં દેખાઈ પરિણીતી ચોપરા !

પરિણીતિ ચોપરા (File Photo)

બોલીવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરાની અપકમિંગ ફિલ્મ ધ ગર્લ ઓન ધી ટ્રેનનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ચૂક્યો છે. આ ફર્સ્ટ લૂકમાં ફક્ત પરિણીતિ ચોપરાનો જ ફોટો છે, જેમાં તે ખૂબ જ ઈન્ટેન્સ દેખાઈ રહ્યા છે. આ ફિલ્મ 'ધ ગર્લ ઓન ધી ટ્રેન'ની રિમેક છે. અને તેના લૂકના સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

ફર્સ્ટ લૂકના પોસ્ટરમાં દેખાઈ રહ્યું છે કે પરિણીતિ ચોપરા એક બાથટબમાં ડરેલી બેઠેલી છે, અને તેના માથામાં ગંભીર ઈજા દેખાઈ રહી છે. તો તેના આખા શરીર પર લોહી દેખાઈ રહ્યું છે. લોહીથી લથપથ એક્ટ્રેસ ખૂબ જ ઈન્ટેન્સ દેખાઈ રહી છે. ફોટ પરથી લાગી રહ્યું છે કે તે બાથટબમાં હાફ ન્યૂડ છે, અને ચારે તરફ લોહી જ લોહી છે. પરિણીતિ ચોપરાએ આ પહેલો લૂક ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.

ફર્સ્ટ લૂક શૅર કરવાની સાથે પરિણીતિએ લખ્યું છે,'કંઈક એવું જે મેં પહેલા ક્યારેય નથી કર્યું. મેં મારા જીવનનું સૌથી મુશ્કેલ પાત્ર ભજવ્યું છે.' તો ફેન્સ પર આ ફર્સ્ટ લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને રિભુ દાસગુપ્તા ડિરેક્ટ કરી રહ્યા છે. એક્ટ્રેસે આ ફિલ્મના પહેલા શેડ્યુલનું શૂટિંગ પુરુ કરી દીધું છે.

તો રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે પણ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં પરિણીતિ બ્લેક સૂટમાં દેખાઈ રહી છે અને તેનું કાજલ વિખેરાયેલું દેખાઈ રહ્યું છે. આ ફિલ્મમાં પરિણીતિની સાથે કિર્તી કુલ્હારી પણ દેખાશે, તેઓ આ ફિલ્મમાં પોલીસ અધિકારીના રોલમાં દેખાવાના છે. જો કે એવા પણ સમાચાર છે કે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મનું નામ હજી નક્કી નથી.

parineeti chopra kirti kulhari bollywood