10 July, 2019 10:46 AM IST | મુંબઈ
પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડા હાલમાં ખૂબ જ વ્યસ્ત રહેવાથી તે ખૂબ થાકી ગઈ છે. પોતાની વ્યસ્તતાની પૂરી માહિતી તેણે ટ્વિટર પર આપી હતી. તે છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત શૂટિંગ અને ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. સાથે જ તેણે ઘર પણ શીફ્ટ કરવાનું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની તેની ‘જબરિયા જોડી’ ૨ ઑગસ્ટે રિલીઝ થવાની છે. પોતાનાં ટાઇટ શેડ્યુલ વિશે ટ્વિટર પર પરિણીતીએ ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘જબરિયા જોડી’ને રિલીઝ થવામાં ૩ અઠવાડિયા બાકી છે.
આ પણ વાંચો : જાતિની સમાનતા પર બોલનારાઓનો અવાજ સોસાયટી દબાવી દે છે: અનુભવ
૩ અઠવાડિયામાં ‘ગર્લ ઑન ધ ટ્રેન’નું શૂટિંગ શરૂ થવાનું છે. સાથે-સાથે સાઇના નેહવાલની બાયોપિક માટેની ટ્રેઇનિંગ પણ ચાલી રહી છે. મેં ‘ગર્લ ઑન ધ ટ્રેન’ની તૈયારી પૂરી કરી છે અને એનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ અઠવાડિયે ઘર પણ શીફ્ટ કરવાનું છે. ‘જબરિયા જોડી’નું પ્રમોશન, ‘ગર્લ ઑન ધ ટ્રેન’ની તૈયારી, સાઇનાની તૈયારી, ઘર શીફ્ટ કરવાનું. આ બધું ૩ અઠવાડિયાથી ચાલી રહ્યું છે. આ બધુ ખૂબ થકાવી દે છે.’