✕

પરિણીતિ ચોપડાએ આકાશમાં ૩૫ હજાર ફુટની ઊંચાઈએ પ્લેનમાં ઊજવી કરવા ચૌથ

31 October, 2026 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિડિયો સાથે પરિણીતિએ લખ્યું હતું કે ‘કરવા ચૌથ જ્યાં પણ હોઈએ ત્યાં ઊજવી શકાય છે. પછી ભલેને આપણે ૩૫ હજાર ફુટની ઊંચાઈએ કેમ ન હોઈએ. રાગાઈ, તેં મારાં બધાં સપનાં સાકાર કર્યાં છે; તું શ્રેષ્ઠ પતિ, શ્રેષ્ઠ વ્યક્તિ અને સૌથી વહાલો છે.

35 હજાર ફૂટે પરિણીતિએ ખોલ્યું વ્રત

પરિણીતિ ચોપડાએ આ વખતે પતિ રાઘવ ચઢ્ઢા સાથે અનોખી રીતે કરવા ચૌથનો તહેવાર ઊજવ્યો હતો. ફ્લાઇટ મોડી પડવાને કારણે બન્નેએ ઘરને બદલે આકાશમાં ૩૫ હજાર ફુટની ઊંચાઈએ પ્લેનમાં ચંદ્રદર્શન કરવાં પડ્યાં હતાં. પરિણીતિએ પ્લેનમાં જ પૂજા કરી હતી અને પતિ રાઘવના હાથે પાણી પીને પોતાનું વ્રત ખોલ્યું હતું. આ સુંદર ક્ષણનો વિડિયો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે.

આ વિડિયો સાથે પરિણીતિએ લખ્યું હતું કે ‘કરવા ચૌથ જ્યાં પણ હોઈએ ત્યાં ઊજવી શકાય છે. પછી ભલેને આપણે ૩૫ હજાર ફુટની ઊંચાઈએ કેમ ન હોઈએ. રાગાઈ, તેં મારાં બધાં સપનાં સાકાર કર્યાં છે; તું શ્રેષ્ઠ પતિ, શ્રેષ્ઠ વ્યક્તિ અને સૌથી વહાલો છે. નોંધ : અમારી ફ્લાઇટ મોડી પડવાને કારણે ચંદ્રદર્શન ઘરે થવાને બદલે પ્લેનમાંથી કરવાં પડ્યાં હતાં. તેથી અમે પ્લેનમાં જ પૂજા કરવાનો નિર્ણય લીધો અને ત્યાં જ પૂજા કરી.’

parineeti chopra raghav chadha social media viral videos bollywood news bollywood gossips bollywood karva chauth