દીકરાને ફિલ્મમાં કામ મળતાં ચોંકી ગયા હતા પરેશ રાવલ

11 April, 2020 06:40 PM IST  |  Mumbai Desk

દીકરાને ફિલ્મમાં કામ મળતાં ચોંકી ગયા હતા પરેશ રાવલ

પરેશ રાવલનું કહેવું છે કે તેના દીકરા આદિત્યને જ્યારે ‘બમફાડ’માં કામ મળ્યું ત્યારે તેઓ ચોંકી ગયા હતા. આ ફિલ્મ ZEE5 પર રિલીઝ થઈ છે. આદિત્યએ ક્રીએટિવ રાઇટિંગનો સ્ટડી કર્યો છે. દીકરાએ ફિલ્મ સાઇન કરતાં પોતાની લાગણી વ્યક્ત કરતાં પરેશ રાવલે કહ્યું હતું કે ‘ખરું કહું તો હું ખૂબ સરપ્રાઇઝ થયો હતો, જ્યારે તેણે એક ઍક્ટર તરીકે ફિલ્મ સાઇન કરી હતી. આદિત્યને રાઇટિંગમાં ઇન્ટરેસ્ટ છે. તે સારો સ્ક્રિપ્ટરાઇટર છે. તે ડાયલૉગ્સ અને કવિતા લખે છે. મેં જોયું છે કે એક રાઇટર તરીકે તે ખૂબ સરસ લખે છે. તેણે વિદેશમાં જઈને સ્ટડી કર્યો છે. એથી સ્વાભાવિક છે કે હું વિચારતો હતો કે તે ફિલ્મ્સ લખશે. હું એ નહોતો જાણતો કે તે અને તેની ટીમ જે સ્ક્રિપ્ટ પર એક મહિનાથી કામ કરતા હતા એ ખરેખર ઍક્ટિંગ અસાઇનમેન્ટ હતું. તેમણે વર્કશૉપ પણ કર્યું હતું. જોકે જ્યારે મને જાણ થઈ કે તે ઍક્ટિંગમાં હાથ અજમાવી રહ્યો છે તો હું ખુશ તો થયો જ પરંતુ સાથે જ ચોંકી પણ ગયો હતો. હું એ બધા યંગસ્ટર્સને જાણું છું. એ તમામ સખત મહેનતુ છે. તેમણે ‘બમફાડ’માં દિલ અને પ્રાણ પૂરીને કામ કર્યું છે. હું ચાહું છું કે લોકો તેમના કામને પસંદ કરે. હું માત્ર આદિત્યને જ નહીં, પરંતુ પૂરી ટીમને શુભેચ્છા આપું છું.’

paresh rawal bollywood bollywood news bollywood gossips