25 September, 2025 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાની બુધવારે લગ્નની બીજી લગ્નની વર્ષગાંઠ હતી. આ દિવસને યાદગાર બનાવવા માટે પરી તરીકે ઓળખાતી પરિણીતિએ પતિ સાથેની પૅરિસ ટ્રિપની કેટલીક તસવીરો શૅર કરી. આ તસવીરોમાં રાઘવ અને પરિણીતિએ બ્લૅક આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું છે અને રાઘવે હાર્ટના ઇમોજી સાથે ‘I LOVE PARIS’ લખેલું ટી-શર્ટ પહેર્યું છે. પરિણીતિએ આ ટી-શર્ટના PARISનો S પોતાના હાથથી છુપાવી દીધો હતો અને ટી-શર્ટ પર ‘I LOVE PARI’ વંચાય એવી તસવીરો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. આવું કરીને પરિણીતિએ મસ્તીમાં લખ્યું: એક પત્ની તરીકે મારી ફરજ છે કે ટી-શર્ટ પરના લખાણની ભૂલ સુધારું.
પ્રેગ્નન્ટ પરિણીતિ ચોપડાએ રી-લૉન્ચ કરી પોતાની યુટ્યુબ ચૅનલ
પરિણીતિ ચોપડા હાલમાં પ્રેગ્નન્ટ છે. આ સ્થિતિમાં તેણે પોતાની યુટ્યુબ ચૅનલ રી-લૉન્ચ કરી છે અને બેબી બમ્પ સાથે વ્લૉગિંગ કરીને લોકોનું મનોરંજન કર્યું છે. આ લૉન્ચિંગ વિડિયોમાં પરિણીતિનો પ્રેગ્નન્સી ગ્લો અને બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ વ્લૉગમાં તે કુકિંગનો પ્રયાસ કરતી દેખાય છે. તે પોતાનો અનુભવ જણાવતાં કહે છે કે વ્લૉગિંગ કરવું બહારથી જેવું લાગે છે એવું સરળ નથી.