પંકજ ઉધાસે સંભળાવ્યા 'ચિટ્ઠી આઈ હૈ' ગીતના રેકૉર્ડિંગના કિસ્સા..

03 November, 2019 05:50 PM IST  |  મુંબઈ ડેસ્ક

પંકજ ઉધાસે સંભળાવ્યા 'ચિટ્ઠી આઈ હૈ' ગીતના રેકૉર્ડિંગના કિસ્સા..

ગઝલ ગાયકીની દુનિયાના બેતાજ બાદશાહ પંકજ ઉધાસે રવિવારે સાહિત્ય આજ તકના કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં મૉર્ડ્રેટર નેહા બાથમ સાથે વાતચીત દરમિયાન પંકજ ઉધાસે પોતાના જીવનના તમામ યાદગાર પ્રસંગો જણાવ્યા. આ દરમિયાન તેમણે પોતાના તે ગીત વિશે પણ વાત કરી જેની રેકૉર્ડિંગ પછી ત્યાં હાજર રહેલા બધાં જો લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે વર્ષ 1986માં આવેલી ફિલ્મ 'નામ'માં તેણે ગાયેલું ગીત 'ચિટ્ઠી આઈ હે'.

પંકજ ઉધાસે એ પણ જણાવ્યું કે, "આ ગીત મહેબૂબ સ્ટૂડિયોમાં સાંજના સમયે રેકૉર્ડ કરવામાં આવ્યો હતો. આ ગીતને લક્ષ્મીકાંત-પ્યારેલાલે કંપોઝ કર્યું હતું અને આ ગીત લખ્યું હતું આનંદ બખ્શીએ." તેમણે જણાવ્યું કે, "સામાન્ય રીતે ગીતની રેકૉર્ડિંગના સમયે આર્ટિસ્ટના પરિવારના લોકો ત્યાં હાજર ન હતાં પણ જે દિવસે આ ગીત રેકૉર્ડ કરવામાં આવ્યો હતો તે દિવસે સંજોગોવસાત વસ્તુઓ થોડી અલગ હતી."

પંકજ ઉધાસે જણાવ્યું કે, "જ્યારે આ ગીત રેકૉર્ડ કરવામાં આવતો હતો કે તે દિવસે સંજોગોવસાત લક્ષ્મીકાંતજીની પત્ની અને મારા બન્ને મોટા ભાઈ. ફિલ્મના લેખક સલીમ ખાન સાહબ, આ બધાં ગીતની રેકૉર્ડિંગ સમયે ત્યાં હાજર હતા. જ્યારે ગીત ઓકે થયું તો મને બોલાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ગીત સાંભળો. બધાં ઉભા થઈ ગયા હતા અને બધાંના ચહેરા જોઈને મને લાગ્યું કે આ ગીત લોકોને નથી ગમ્યું."

આ પણ વાંચો : વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

તેમણે કહ્યું, "જ્યારે ગીત મારી માટે પ્લે કરવામાં આવ્યું તો મને અનુભવ થયો કે બધાંની આંખો ભરાયેલી હતી. ત્યારે મને એ વાતનો અહેસાસ થયો કે આ ગીતમાં કંઇક તો એવી વાત છે. આ ગીતા લિરિક્સ, કંપોઝીશન અને કેટલીક એવી વસ્તુઓ છે." પંકજ ઉધાસે જણાવ્યું કે આ ગીતને કારણે મેં તે બાબતો મારા જીવનમાં પણ અનુભવી જે મેં ક્યારેય વિચારી ન હતી કે હું તે અનુભવી શકીશ કે નહીં.

pankaj udhas bollywood bollywood news bollywood gossips