05 October, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી અને રણવીર સિંહ
પડદા પર પોતાની ગંભીર ભૂમિકા અને સાદગીભર્યા પરંપરાગત અંદાજ માટે પ્રખ્યાત પંકજ ત્રિપાઠીએ હાલમાં સોશ્યલ મીડિયા પર વિચિત્ર આઉટફિટમાં તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં પંકજ ત્રિપાઠી લાલ સલવાર અને સ્ટાઇલિશ આઉટફિટ સાથે લીલા રંગના લાંબા બ્લેઝર અને ટોપીમાં અલગ જ દેખાઈ રહ્યા છે. પંકજ ત્રિપાઠીએ પોતાની આ તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું, ‘એક નવી શરૂઆત. આ કોઈ રસપ્રદ વસ્તુની શરૂઆત છે. તમને આ વાઇબ કેવી લાગી?’
પંકજ ત્રિપાઠીની આ તસવીરોએ જેટલું ધ્યાન ખેંચ્યું છે એટલી જ ચર્ચા એના પર રણવીર સિંહે કરેલી કમેન્ટની થઈ રહી છે. ચિત્રવિચિત્ર ડ્રેસિંગ માટે જાણીતા રણવીરે આ તસવીર પર કમેન્ટ કરતાં કહ્યું, ‘અરે યે ક્યા ગુરુજી, હમ સુધર ગએ ઔર આપ બિગડ ગએ...’ જોકે આ ફોટો જોઈને કેટલાક ફૅન્સે એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી જનરેટ કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે.