દસ વર્ષ પહેલાં બૉલીવુડમાં હીરોની પરિભાષા અલગ હતી: પંકજ ત્રિપાઠી

24 January, 2020 02:33 PM IST  |  Mumbai | Mohar Basu

દસ વર્ષ પહેલાં બૉલીવુડમાં હીરોની પરિભાષા અલગ હતી: પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીએ કહ્યું કે આજથી ૧૦ વર્ષ પહેલાં બૉલીવુડમાં હીરોની અલગ જ વ્યાખ્યા હતી. પોતાની કરીઅરમાં પહેલી વાર પંકજ ત્રિપાઠી ‘કાગઝ’માં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને સલમાન ખાને પ્રોડ્યુસ કરી છે અને સતીશ કૌશિકે એને ડિરેક્ટ કરી છે. તેની પ્રશંસનીય ઍક્ટિંગને કારણે તેને ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ ‘ઢાકા’ પણ મળ્યો છે. હીરો વિશે જણાવતાં પંકજે કહ્યું કે ‘દસ વર્ષ પહેલાં બૉલીવુડમાં હીરોનો આઇડિયા જ અલગ હતો. આજે આપણે સ્ટોરી અને એના અગત્ય પર વધુ ભાર મૂકીએ છીએ.’

પંકજ ત્રિપાઠીએ અનેક ફિલ્મોમાં કામ કરવાની સાથે વેબ-સિરીઝમાં પણ અગત્યની ભૂમિકા ભજવી છે. ‘મિર્ઝાપુર’માં તેનું કાલિનભૈયાનું પાત્ર ફેમસ થયું છે. સપોર્ટિંગ ઍક્ટર તરીકે નામના મેળવ્યા બાદ તેને લીડ રોલ પણ મળશે એની તેણે કલ્પના નહોતી કરી. એ વિશે પંકજે કહ્યું કે ‘મેં જ્યારે ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી ત્યારે મેં સપનેય નહોતું વિચાર્યું કે મને આટલી સારી ઑફર મળશે. ખૂબ ઓછી અપેક્ષા સાથે હું ફિલ્મોમાં આવ્યો હતો. હું સારું કામ મળે એની શોધમાં હતો. જોકે વાસ્તવિકતા એ છે કે લોકોએ મને પ્રેમથી આવકાર્યો.

‘કાગઝ’ મારી પહેલી સોલો હીરો તરીકેની ફિલ્મ છે. એક કલાકાર માટે આનાથી વિશેષ બાબત કોઈ ન હોઈ શકે કે તેને આવી સ્ટ્રૉન્ગ સ્ટોરી સાકાર કરવાની તક મળી.’

pankaj tripathi satish kaushik Salman Khan bollywood news entertaintment mohar basu