પેન સ્ટુડિયોની હરણફાળ :હૉલીવુડની ફિલ્મનું ભારતમાં વિતરણ કરવા માટે તૈયાર

12 June, 2019 09:44 AM IST  | 

પેન સ્ટુડિયોની હરણફાળ :હૉલીવુડની ફિલ્મનું ભારતમાં વિતરણ કરવા માટે તૈયાર

એન્નાબેલ હોમ કમ્સ રિલીઝ થવાની તૈયારીમાં

 હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ, મરાઠી અને ગુજરાતી ફિલ્મોના નિર્માણ અને વિતરણ પછી હવે જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા લિમિટેડ)એ નવી શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મોના નિર્માણ અને વિતરણ ઉપરાંત ડિજિટલ વર્લ્ડ, ટીવી-ચૅનલો અને મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક પાસામાં અગ્રેસર રહ્યા પછી હવે હૉલીવુડની ફિલ્મના વિતરણનાં અધિકાર મેળવીને તેમણે ખૂબ જ મોટી હરણફાળ ભરી છે.

2017માં આવેલી હૉરર ફિલ્મ ‘એન્નાબેલ ક્રીએશન’ એ ડેવિડ એફ. સૅન્ડબર્ગ દ્વારા દિગ્દર્શિત અમેરિકન સુપરનૅચરલ હૉરર ફિલ્મ છે. ન્યુ લાઇન સિનેમા નિર્મિત આ ફિલ્મને ત્યારે બૉક્સ ઑફિસ પર ખૂબ જ સફળતા મળી હતી. હવે આ સફળ ફિલ્મનો ત્રીજો ભાગ ન્યુ લાઇન સિનેમા દ્વારા જ રજૂ કરવામાં આવી રહ્યો છે. આ વખતે એના દિગ્દર્શક ગૅરી ડાઉબેરમેન છે. ‘એન્નાબેલ કમ્સ હોમ’ નામની રજૂ થનારી આ ફિલ્મ 28 જૂને વિશ્ર્વભરમાં રજૂ થવાની છે.

‘એન્નાબેલ કમ્સ હોમ’ એ આ સિરીઝની ત્રીજી ફિલ્મ છે અને અગાઉની જેમ જ હૉરર ફિલ્મ છે અને ભારતભરમાં એ તમિળ, તેલુગુ, હિન્દી અને અંગ્રેજીમાં રજૂ કરવાના રાઇટ્સ પેન સ્ટુડિયોની પેટા કંપની (સબસિડિયરી કંપની) પેન મરુધર એન્ટરટેઇનમેન્ટ કંપનીએ મેળવ્યા છે.

‘ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને ‘બદલા’ જેવી ફિલ્મોનું વિતરણ કરીને ‘પેન મરુધર સિને એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીએ ખૂબ જ મોટી સફળતા મેળવી છે એમ કહી શકાય. હૉલીવુડની ફિલ્મોનો ભારતમાં ખૂબ જ મોટો દર્શકવર્ગ છે અને એમાંય હૉરર ફિલ્મોના દર્શકોની સંખ્યા ખૂબ જ મોટી છે ત્યારે આ ફિલ્મને ચાર ભાષામાં રજૂ કરવાનો નિર્ણય કરીને ‘પેન સ્ટુડિયો’ અને ‘પેન મરુધર એન્ટરટેઇનમેન્ટે’ અડધી બાજી તો અંકે કરી જ લીધી છે.

બદલાતા સમયની સાથે જ બદલાતા રહેવું એ જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા લિમિટેડ)નો મંત્ર છે. એટલે જ ફિલ્મોના નિર્માણ, ટીવી-સિરિયલોના નિર્માણ ઉપરાંત ટીવી-ચૅનલો જેમાં વાઉ મ્યુઝિક તેમ જ આઇ લવ જેવી સંગીતની ચૅનલો ઉપરાંત બૉલીવુડ ટાઇમ્સ જેવું ડિજિટલ પ્લૅટફૉર્મ ઊભું કર્યા પછી ફ્લ્મિેણના વિતરણ બાદ હવે હૉલીવુડની ફિલ્મોના વિતરણમાં પદાર્પણ એ તેમની હરણફાળ છે.

આ પણ વાંચો: 

જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા લિમિટેડ)એ કંપનીની બાગડોર યુવા હાથોમાં સોંપી છે અને પોતે તેમને માર્ગદર્શન આપતા રહે છે અને અક્ષય જયંતીલાલ ગડા તેમ જ ધવલ જયંતીલાલ ગડાની સાથે મળીને પેન સ્ટુડિયોને નવી ઊંચાઈએ લઈ જવા માટે તેઓ કટિબદ્ધ છે. 

entertaintment gujarati mid-day hollywood news