હૉલીવુડનો પ્રભાવ હોવાથી આપણી ઍક્શન ખૂબ સુધરી છે: રોહિત શેટ્ટી

01 August, 2021 12:50 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત શેટ્ટીને એ વાતની ખુશી છે કે તેની ફિલ્મો અને એમાં દેખાડવામાં આવતા સ્ટન્ટ્સ લોકોને ગમે છે.

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીને એ વાતની ખુશી છે કે તેની ફિલ્મો અને એમાં દેખાડવામાં આવતા સ્ટન્ટ્સ લોકોને ગમે છે. રોહિત શેટ્ટીની ફિલ્મો હોય અને એમાં દિલધડક ઍક્શન સીક્વન્સ ન હોય એવું તો બની જ ન શકે. તેનું માનવું છે કે હિન્દી સિનેમામાં ઍક્શનનો ખૂબ વિકાસ થયો છે. એ વિશે રોહિતે કહ્યું કે ‘ફિલ્મોનો ખૂબ વિકાસ થયો છે, કારણ કે આપણી ફિલ્મો પર વેસ્ટર્નનો પ્રભાવ વધુ પડ્યો છે. વિશ્વભરમાંથી ટેક્નિશ્યન્સ ભારત આવે છે અને આપણી ફિલ્મોમાં કામ કરે છે. ‘ફિયર ફૅક્ટર’માં કેપ ટાઉનમાં જે ટીમે કામ કર્યું હતું એ ટીમે મારી કેટલીક ફિલ્મોમાં સ્ટન્ટ્સ કર્યા છે.’

લોકો તરફથી મળેલા પ્રેમ બદલ સૌનો આભાર માનતાં રોહિતે કહ્યું કે ‘હું માત્ર એટલું કહીશ કે દર્શકોને મારી ફિલ્મો ગમે છે એથી મારા પર તેમના આશીર્વાદ છે અને હું નસીબદાર છું. આ સ્થાને પહોંચવા બદલ હું તેમનો આભારી છું.’

rohit shetty bollywood news