✕

ઑસ્કરના સત્તાવાર સોશ્યલ મીડિયા પેજ પર છવાયું નગાડા સંગ ઢોલ બાજે

12 November, 2026 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્કરના સત્તાવાર સોશ્યલ મીડિયા પેજ ‘ધ ઍકૅડેમી’એ પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’નું લોકપ્રિય ગીત ‘નગાડા સંગ ઢોલ’ શૅર કર્યું છે.

દીપિકા પાદુકોણ

બૉલીવુડની લોકપ્રિયતા વૈશ્વિક સ્તરે છવાયેલી છે અને આ જ કારણે ભારતીય ફિલ્મોનાં ઘણાં ગીતોને આજે પણ વિશ્વભરમાં પસંદ કરવામાં આવે છે. આ પરિસ્થિતિમાં હવે ઑસ્કરના સત્તાવાર સોશ્યલ મીડિયા પેજ ‘ધ ઍકૅડેમી’એ પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’નું લોકપ્રિય ગીત ‘નગાડા સંગ ઢોલ’ શૅર કર્યું છે. આ ગીતમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી.

દીપિકા અને રણવીરની ફિલ્મ ‘રામલીલા’ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ડિરેક્શન સંજય લીલા ભણસાલીએ કર્યું હતું. ઍકૅડેમી અગાઉ પણ દીપિકા અને રણબીર કપૂરની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’નો એક સીન શૅર કરી ચૂકી છે.‘ધ ઍકૅડેમી’એ ‘નગાડા સંગ ઢોલ’ના વિડિયો સાથે લખ્યું હતું, ‘બૉલીવુડનાં સપનાં આવાં જ હોય છે.’ આ પોસ્ટમાં ફિલ્મનું નામ, ડિરેક્ટર અને ગીત વિશેની માહિતી પણ આપવામાં આવી છે.

deepika padukone ranveer singh sanjay leela bhansali oscars oscar award academy awards ram leela bollywood buzz bollywood news bollywood gossips bollywood social media