ઑસ્કર અલ્ટિમેટ ગોલ

14 March, 2023 08:41 AM IST  |  Mumbai | Priyanka Sharma

આવો રિસ્પૉન્સ છે ‘RRR’ને પ્રેઝન્ટ કરનાર પેન સ્ટુડિયોઝના જયંતીલાલ ગડાનો

જયંતીલાલ ગડા

એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને પ્રેઝન્ટ કરનાર પેન સ્ટુડિયોઝના જયંતીલાલ ગડાનું કહેવું છે કે કોઈ પણ ફિલ્મમેકર માટે ઑસ્કર હંમેશાં ખૂબ મહત્ત્વનો હોય છે. આ ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’ને ૯૫મા ઑસ્કર અવૉર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ મળતા જયંતીલાલ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ફિલ્મમેકર્સ માટે ઑસ્કર હંમેશાં એક અલ્ટિમેટ ગોલ અને સપનું હોય છે. અમે રાજામૌલીજીના આભારી છીએ કે તેમણે અમારી સાથે પાર્ટનરશિપ કરી. આ ફિલ્મે ઇન્ડિયાને ગર્વ અપાવ્યો છે. હું ફિલ્મની ટીમને શુભેચ્છા આપું છું.’

entertainment news bollywood bollywood news RRR ss rajamouli s.s. rajamouli