રણવીરની ખુશીનો રાઝ શું છે?

29 July, 2024 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની આ ખુશીનું કારણ રૉકી રંધાવા હતો

રણવીર સિંહ

રણવીર સિંહ ગઈ કાલે ખૂબ જ ખુશ હતો. તેની આ ખુશીનું કારણ રૉકી રંધાવા હતો. કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવામાં આવેલી ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રિલીઝને ગઈ કાલે એક વર્ષ થયું હતું. આ ફિલ્મમાં રણવીર અને આલિયા ભટ્ટની સાથે ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમીએ કામ કર્યું હતું. ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેમ જ ધર્મેન્દ્ર અને શબાના આઝમીની કિસ પણ ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી. ફિલ્મને એક વર્ષ થતાં એ દરમ્યાનનો ફોટો શૅર કરીને રણવીરે કૅપ્શન આપી હતી કે ‘ઍનિવર્સરીનો દિવસ ખૂબ જ સ્પેશ્યલ હોય છે. તમે દરેકે અમારી ફિલ્મને ખૂબ જ પ્રેમ આપ્યો હતો. સાચે હું ખૂબ જ એટલે ખૂબ જ ખુશ છું. તમારા બધાનો આભાર અને દરેકને રૉકીવાળી જપ્પી. પ્રેમ છે તો બધું છે.’

ranveer singh dharma productions karan johar alia bhatt dharmendra jaya bachchan shabana azmi entertainment news bollywood bollywood news