વર્લ્ડ ડિસેબિલિટી ડે હોવાથી રાની મુખરજીએ કહ્યું...

03 December, 2020 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ડિસેબિલિટી ડે હોવાથી રાની મુખરજીએ કહ્યું...

રાની મુખરજી

વર્લ્ડ ડિસેબિલિટી ડે હોવાથી રાની મુખરજીનું કહેવું છે કે દરેકે દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ. તેનું માનવું છે કે કોઈ વ્યક્તિ શારીરિક રીતે અક્ષમ હોય તો તેની સાથે દુર્વ્યવહાર અથવા તો અણછાજતો વ્યવહાર ન કરવો જોઈએ. રાનીએ તેની કરીઅરમાં ‘બ્લૅક’ અને ‘હિચકી’માં શારીરિક રીતે અક્ષમ વ્યક્તિની ભમિકા ભજવી છે. ‘બ્લૅક’માં તેની મિશેલ મૅક્નેલીની ભૂમિકાને માસ્ટરપીસ અને ‘હિચકી’માં તેની નૈના માથુરની ઍક્ટિંગને તેની કરીઅરની બેસ્ટ ઍક્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. વર્લ્ડ ડિસેબિલિટી ડે હોવાથી રાની મુખરજીએ કહ્યું હતું કે ‘મારી ‘બ્લૅક’ અને ‘હિચકી’માં કામ કરીને મેં માનવતા વિશે ઘણું શીખ્યું છે. મને એક સારી વ્યક્તિ બનાવવા માટે આ ફિલ્મોએ ખૂબ જ મહત્ત્વનું કામ કર્યું છે. સંજય લીલા ભણસાલી અને સિદ્ધાર્થ પી. મલ્હોત્રાના વિઝનમાં ભાગ લેવાનો મને ચાન્સ મળ્યો એ માટે હું પોતાને ખૂબ જ નસીબદાર માનું છું. હું આશા રાખું છું કે આ ફિલ્મ દ્વારા દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરવાનો મેસેજ અમે સારી રીતે આપી શક્યા હતા.’

મિશેલ મૅક્નેલી અને નૈના માથુર વિશે વધુ જણાવતાં રાનીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મો દ્વારા હું એવી વ્યક્તિઓને મળી જેઓ પોતે પોતાના સપના અને તેમની મહત્ત્વાકાંક્ષા વચ્ચે આવતી તમામ સમસ્યાનો સામનો કરી આગળ વધવા માટે કટિબદ્ધ રહે છે. આ દમદાર પાત્રોને ભજવીને હું ખૂબ જ સ્ટ્રૉન્ગ બની ગઈ છું. ભગવાનની કૃપાથી હું જોઈ શકું છું, બોલી શકું છું, સાંભળી શકું છું અને મહેસૂસ પણ કરી શકું છુ. બની શકે કે આ કેટલું મહત્ત્વનું છે એની કદર આપણે નથી જાણતા. આ દેશના નાગરિક હોવાથી આપણે દરેકે સાથે મળીને ચાલવું જોઈએ અને દરેક સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ. ‘બ્લૅક’ અને ‘હિચકી’માં મેં જે રીતે દેખાડ્યું છે કે લોકો સાથે સમાન રીતે વ્યવહાર કરવો જોઈએ અને એના પરથી લાગે છે કે આપણે વ્યક્તિગત રીતે પણ તેમનું સ્ટિરિયોટાઇપિંગ બંધ કરવું જોઈએ.’   

entertainment news bollywood bollywood news bollywood gossips rani mukerji