✕

શરદ કેલકરના જન્મદિવસે દીકરી કેશાએ પોતાના અવાજમાં ગીત ગાઈને પપ્પાને કર્યું સમર્પિત

11 October, 2026 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરદ કેલકરે ૭ ઑક્ટોબરે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો. આ દિવસને તેની દીકરી કેશાએ વધુ ખાસ બનાવ્યો હતો

શરદ કેલકર

શરદ કેલકરે ૭ ઑક્ટોબરે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો. આ દિવસને તેની દીકરી કેશાએ વધુ ખાસ બનાવ્યો હતો. કેશાએ ‘માય ફેવરિટ ગાય’ શીર્ષક ધરાવતું એક સુંદર ગીત ગાઈને પપ્પા શરદ કેલકરને બર્થ-ડે ગિફ્ટ તરીકે સમર્પિત કર્યું હતું. આ ભેટને વધુ ખાસ બનાવતી વાત એ છે કે કેશાએ માત્ર ગીત સમર્પિત જ નથી કર્યું, પોતાના અવાજમાં એને ગાઈને એનું રેકૉર્ડિંગ પણ કર્યું છે.
શરદ કેલકરે પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર ‘માય ફેવરિટ ગાય’નું પોસ્ટર શૅર કર્યું હતું અને જણાવ્યું હતું કે આ ગીત ઍપલ મ્યુઝિક અને સ્પૉટિફાય પર ઉપલબ્ધ છે. આ ગીતના આ પોસ્ટરમાં શરદ અને કેશા એકબીજાને પ્રેમથી ભેટતાં જોવા મળે છે. શરદ પોતાની દીકરીના કપાળ પર વહાલભર્યું ચુંબન કરતો નજરે પડે છે. પપ્પા અને દીકરી વચ્ચેના ગાઢ સંબંધને સુંદર રીતે વ્યક્ત કરતું આ દૃશ્ય સૌનું ધ્યાન ખેંચે છે. પોસ્ટ સાથે શરદે લખ્યું હતું કે ‘આજ સુધીની સૌથી શ્રેષ્ઠ ભેટ. તને પ્રેમ કરું છું, કેશા.’

bollywood news bollywood gossips bollywood entertainment news indian music indian classical music