વિવેક ઓબરોયના સપોર્ટમાં આવી કંગના રનૌતની બહેન

21 May, 2019 05:54 PM IST  | 

વિવેક ઓબરોયના સપોર્ટમાં આવી કંગના રનૌતની બહેન

વિવેક ઓબરોય સાથે કંગના રનૌત

વિવેક ઓબરોય દ્વારા હાલમાં જ કરાયેલા ટ્વીટ પછી વિવાદ વધી ગયો છે અને બોલીવૂડ સ્ટાર્સ પણ તેમની પ્રતિક્રિયા આપી છે. વિવેકે કરેલી ટ્વીટના કારણે તે વિવાદોમાં ઘેરાયો છે. વિવેકે કરેલા ટ્વીટ બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે તેને નોટિસ મોકલવામાં આવી હતી. જોકે મંગળવારે સવારે વિવેકે ટ્વીટ કરીને માફી માંગી હતી અને પોટે કરેલી ટ્વીટ પણ ડિલીટ કરી દીધી હતી. જો કે આ મામલે વધુ એક સ્ટાર વિવેક ઓબરોયના સપોર્ટમાં આવી છે. કંગના રનૌટની બહેન રંગોલીએ વિવેક ઓબરોયને સપોર્ટ કર્યો છે.

કંગનાની બહેને મહિલા આયોગને ફ્રોડ ગણાવી

ઉલ્લેખનીય છે કે, રંગોલી 'ચાઈલ્ડિશ જોક' બહાને રાષ્ટ્રીય મહિલા આયોગના એક્શન પર ભડકી છે. રંગોલીએ NCWને ફ્રોડ ગણાવી હતી. રંગોલી ચંદેલે ટ્વીટર પર લખ્યું હતું કે, 'Indiametoo અને NCWના કારણે ભારતમાં ફેમિનિઝમની મોત થઈ છે. આરોપીઓ બધી જગ્યાએ કામ કરી રહ્યા છે અને ખૂલેઆમ ફરી રહ્યા છે. લિંગ ભેદભાવને જાહેર રીતે પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. અહી એક ખરાબ મજાક કરવામાં આવે છે અને આ લોકો આવે છે જાણે કોઈને આની ચિંતા જ ન હોય. કેટલી શરમની વાત છે.'

શું કહ્યું કંગનાની બહેન રંગોલીએ

કંગના રનૌતની બહેન રંગોલીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'હું એ કદી નહી ભૂલી શકુ કે કઈ રીતે NCWએ બિગ સ્ટાર સામે કંગના રનૌતની ફરીયાદ લેવાની ના પાડી હતી અને આ 'ચાઈલ્ડિશ જોક'ને લઈને ઝઘડી રહ્યાં છે, જ્યારે આટલા બધા રૅપના અને યૌનશોષણના કેસ પેડિંગ છે #shame.'

સલમાને કોમેન્ટ કરવાનું ટાળ્યું

વિવેક ઓબરોયએ સલમાન ખાન, એશ્વર્યા રાય બચ્ચન અને પોતાના પર બનેલ એક મીમ ટ્વીટર પર શૅર કર્યું હતું. જેના કારણે તે વિવાદમાં ઘેરાયો હતો. જોકે વિવેકના આ ટ્વીટ બાદ સલમાન અને અમિતાભ બચ્ચને આ અંગે કોઇ પ્રતિક્રિયા સોશીયલ મીડિયા પર હજુ સુધી નથી આપી. આ વિશે સલમાન ખાને કોઈ પણ ટીપ્પણી કરવાનું ટાળ્યું હતુ અને કહ્યું હતું કે, તેમની પાસે આવા મીમ વાંચવા માટે સમય નથી.

આ પણ વાંચો:મહિલા આયોગની નોટિસ પર વિવેકે કહ્યું: મેં કાંઈ ખોટું નથી કર્યું

વિવેક ઓબરોયએ સલમાન ખાન, એશ્વર્યા રાય બચ્ચન અને પોતાના પર બનેલ એક મીમ ટ્વીટર પર શૅર કર્યું હતું. જેના કારણે તે વિવાદમાં ઘેરાયો હતો. જોકે વિવેકના આ ટ્વીટ બાદ સલમાન અને અમિતાભ બચ્ચને આ અંગે કોઇ પ્રતિક્રિયા સોશીયલ મીડિયા પર હજુ સુધી નથી આપી. આ વિશે સલમાન ખાને કોઈ પણ ટીપ્પણી કરવાનું ટાળ્યું હતુ અને કહ્યું હતું કે, તેમની પાસે આવા મીમ વાંચવા માટે સમય નથી.

vivek oberoi kangana ranaut bollywood gossips