Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહિલા આયોગની નોટિસ પર વિવેકે કહ્યું: મેં કાંઈ ખોટું નથી કર્યું

મહિલા આયોગની નોટિસ પર વિવેકે કહ્યું: મેં કાંઈ ખોટું નથી કર્યું

20 May, 2019 09:11 PM IST | મુંબઈ

મહિલા આયોગની નોટિસ પર વિવેકે કહ્યું: મેં કાંઈ ખોટું નથી કર્યું

મેં કાંઈ ખોટું નથી કર્યું-વિવેક (તસવીર સૌજન્યઃ ANI)

મેં કાંઈ ખોટું નથી કર્યું-વિવેક (તસવીર સૌજન્યઃ ANI)


રાષ્ટ્રીય અને મહારાષ્ટ્રના મહિલા આયોગ પાસેથી મળેલી નોટિસ મામલે વિવેક ઓબેરૉયનું કહેવું છે કે તે જવાબ આપવા માટે તૈયાર છે. વિવેકના નિવેદન અનુસાર, 'હું રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્યના મહિલા આયોગની રાહ જોઈ રહ્યો છું. મને તેમને મળવું ગમશે. હું મારી જાતને તેમને સમજાવીશ. કારણ કે મને નથી લાગતું મેં કાંઈ ખોટું કર્યું છે.'

વિવેકે એમ પણ કહ્યું કે, 'લોકો કહે છે કે મારે માફી માંગવી જોઈએ. મને માફી માંગવાનો કોઈ જ વાંધો નહીં. પણ મને એ તો કહો તે મેં શું ખોટું કર્યું છે? જો મેં કાંઈ ખોટું કર્યું હશે તો હું માફી માંગીશ.'





આ પણ વાંચોઃ એ...ફસા, સોશિયલ મીડિયા પર વિવેક ઓબેરૉયના ટ્વીટ પર છે આવા રીએક્ન્સ

વિવેક ઓબેરૉયે એક્ઝિટ પોલને લઈને કોઈકે બનાવેલું એક મીમ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. જેમાં તેના, ઐશ્વર્યા, સલમાન ખાન અને અભિષેક બચ્ચનના સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મીમ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. વિવેકની આ મીમ ટ્વીટ કરવા બદલ આલોચના થઈ રહી છે અને તે મહિલા આયોગે નોટિસ પણ ફટકારી છે.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2019 09:11 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK