સુશાંત સિંહ રાજપૂતનો ડેબ્યૂ સીન જોયો છે? જુઓ વીડિયો

07 August, 2020 07:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂતનો ડેબ્યૂ સીન જોયો છે? જુઓ વીડિયો

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ ટેલિવિઝન હોય કે બૉલીવુડ બન્ને જગ્યાએ પોતાની ઓળખ જાતે બનાવી છે. તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત 2008માં એકતા કપૂર (Ekta Kapoor)ના શો 'કિસ દેસ મેં હૈ મેરે દિલ'થી કરી હતી. અભિનેતાના નિધન બાદથી જ ફૅન્સ તેના ડેબ્યૂ સીન જોવાની ડિમાન્ડ કરી રહ્યાં હતાં. ફૅન્સની માંગણીને લીધે શોની પ્રોડયુસર એકતા કપૂરે સોશ્યલ મીડિયા પર પ્રીત જુનેજા બનેલા સુશાંત સિંહ રાજપૂતની એન્ટ્રીના સીનનો વીડિયો શૅર કર્યો છે.

એકતા કપૂરે તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી સુશાંત સિંહ રાજપૂતનો ડેબ્યૂ સીન શૅર કર્યો છે. તેની સાથે કૅપ્શનમાં એકતાએ લખ્યું, ઘણા લોકો મને સુશાંતના પહેલા સીન વિશે પૂછતા હતા. આ પહેલો શોટ છે જે અમે તેની સાથે શૂટ કર્યો હતો. તે શોમાં સેકન્ડ લીડ રોલમાં હતો, પરંતુ આપણે જાણીએ છીએ તે ઘણી સારી વસ્તુઓ માટે બન્યો હતો અને તેણે તે જ કર્યું બસ જતો રહ્યો. ઘણો બધો પ્રેમ, શાંતિ અને પ્રાર્થના તેની આત્મા માટે.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતની પર્સનલ ડાયરીમાંથી ત્રણ પાનાં ગૂમ હતાં

'કિસ દેસ મેં હૈ મેરે દિલ'માં હર્ષદ ચોપડા, અદિતિ ગુપ્તા અને મેહર વિજ મુખ્ય ભૂમિકામાં હતા. સુશાંતનો શોમાં સેકેન્ડ લીડ રોલ હતો. તેનો ટ્રેક થોડા દિવસોમાં જ શોમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. જો કે, તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા મેકર્સે શોના ફાઈનલ એપિસોડમાં સુશાંત સિંહ રાજપૂતને એક આત્મા તરીકે બતાવ્યો હતો.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput ekta kapoor instagram