21 August, 2023 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પંકજ ત્રિપાઠી
ઓએમજી 2 અભિનેતા પંકજ ત્રિપાઠીના પિતાનું 99 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. એક્ટરના પિતા બિહારના બેલસંડમાં હતા, અને ત્યાં જ તેમણે આ વિશ્વને અલવિદા કહી દીધું છે. પંકજ ત્રિપાઠી અને તેમનો પરિવાર શોકમગ્ન છે.
`OMG 2`ની સફળતા માણતા પંકજ ત્રિપાઠીના પરિવાર પર દુઃખોનો પ્હાડ તૂટ્યો છે. તેમના પિતા પંડિત બનારસ તિવારીનું નિધન થઈ ગયું છે. તે 99 વર્ષના હતા. તેમણે પૈતૃક ગામ બેલસંડમાં અંતિમ શ્વાસ લીધા. પંકજ ત્રિપાઠી પિતાની ખૂબ જ નજીક હતા. પિતાના નિધનથી તેઓ ખૂબ જ દુઃખી છે.
પંકજ ત્રિપાઠીના પિતાનું નિધન કોઇક બીમારીને કારણે થયું, આ ઉંમર સંબંધી, આ વિશે હાલ ખબર પડી નથી.
દીકરા પંકજ ત્રિપાઠીના કામથી અજાણ્યા હતા પિતા
પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજ વિસ્તારના રહેવાસી છે. જ્યાં એક્ટર કરિઅરને કારણે મુંબઈમાં રહે છે, તો પિતા અને માતા ગામડામાં રહેતા હતા. `મેશેબલ` સાથેની વાતચીતમાં પંકજ ત્રિપાઠીએ એકવાર જણાવ્યું હતું કે તેમના પિતાને તેમના અચીવમેન્ટમાં સહેજ પણ રસ નથી. તેમને તો એ પણ નથી ખબર કે દીકરો પંકજ ત્રિપાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શું કામ કરે છે.
એક જ વાર મુંબઈ આવ્યા હતા પંકજ ત્રિપાઠીના પિતા, ક્યારેય નથી ગયા થિયેટર
પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તેમના પિતા ફક્ત એક જ વાર મુંબઈ આવ્યા. તેમણે અહીંના મોટા-મોટા ઘર અને બિલ્ડિંગ ગમ્યા નહોતા. પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તેમના પિતા ક્યારેય કોઈપણ થિયેટરમાં ફિલ્મ જોવા ગયા નહોતા. ઘરે પણ તે ત્યારે જ તેમના દીકરાની ફિલ્મો જોતા, જો કોઈ ટીવી કે કમ્પ્યૂટર પર બતાવી દે. થોડોક સમય પહેલા જ પંકજ ત્રિપાઠીએ માતા-પિતા માટે ઘરમાં ટીવી લગાવડાવી હતી.
પિતા ઈચ્છતા હતા ડૉક્ટર બને પંકજ ત્રિપાઠી
તો 2018માં એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તેમના પિતા નહોતા ઇચ્છતા કે તે એક્ટર બને. પિતાની ઇચ્છા હતા દીકરો ભણી-ગણીને ડૉક્ટર બને. એક્ટરે કહ્યું હતું કે તે બિહારના ગોપાલગંજ સ્થિત જે વિસ્તારમાંથી આવે છે, ત્યાં લોકો માત્ર બે જ પ્રૉફેશન જાણે છે- એક તો ડૉક્ટર અને બીજું ઇજનેર. જો કે, પંકજ ત્રિપાઠી એક્ટર બની દયા, અને તેમને માતા અને પિતાનો ખૂબ જ સપૉર્ટ મળ્યો. પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે માત્ર તેમના પિતાને એ જ ચિંતા સતાવતી હતી કે દીકરો રોજી-રોટી રળી શકશે કે નહીં.
પંકજ ત્રિપાઠીના પિતાના અંતિમ સંસ્કાર આજે જ તેમના ગામ ગોપાલગંજમાં કરવામાં આવશે. તેમના પરિવારના નજીકના લોકોની હાજરીમાં પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસ તિવારીની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. પંકજ ત્રિપાઠીએ પોતાના અનેક ઈન્ટરવ્યૂમાં પોતાના પિતાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. અને બાળપણમાં તેમની સાથે ગામડામાં વિતાવવામાં આવેલી ક્ષણોને યાદ કરીને તે અનેકવાર ભાવુક પણ થઈ ચૂક્યા છે.