ઍક્શનથી ભરપૂર ઓમ: ધ બૅટલ વિધિન

14 February, 2021 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્શનથી ભરપૂર ઓમ: ધ બૅટલ વિધિન

આદિત્ય રૉય કપૂરની ફિલ્મ ‘ઓમ : ધ બૅટલ વિધિન’ હાલમાં ભરપૂર ઍક્શન મોડમાં છે. આ ફિલ્મનું ત્રણ મહિનાનું શૂટિંગ-શેડ્યુલ ચાલી રહ્યું છે અને એમાં આદિત્ય ભરપૂર ઍક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સંજના સાંઘી જોવા મળશે. ઝી સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ અને અહમદ ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મનો સેટ ફિલ્મસિટીમાં એક કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે. ઍક્શન પૂરી થયા બાદ વિદેશમાં ગીતનું શૂટિંગ કરવામાં આવશે અને એ છેલ્લું શેડ્યુલ હશે. અત્યારે જોરદાર ઍક્શન-સીનનું શૂટિંગ ચાલી રહ્યું છે જે આગામી થોડા દિવસ સુધી ચાલશે. આ માટે હૉલીવુડના સ્ટન્ટ ડિરેક્ટરને બોલાવવામાં આવ્યો છે. આ વિશે વાત કરતાં અહમદ ખાને કહ્યું કે ‘અમે ‘ઓમ : ધ બૅટલ વિધિન’ માટે ગ્રૅન્ડ ઍક્શન-સ્ટન્ટ પ્લાન કર્યા છે જેને અમે આગામી થોડા દિવસ શૂટ કરીશું. મારી ડિરેક્ટર તરીકેની આગામી ફિલ્મોમાં કામ કરનાર ઍક્શન ડિરેક્ટર કેચા ખૅમ્ફેક્ડીએ પરવેઝ શેખ સાથે મળીને સ્ટન્ટને કોરિયોગ્રાફ કર્યા છે. આ સ્ટન્ટના શૂટિંગને જોઈને અમે ખૂબ ઉત્સાહમાં આવી ગયા છીએ. આ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોનો રિસ્પૉન્સ જોવા માટે અમે ઉતાવળા થઈ રહ્યા છીએ.’

entertainment news bollywood bollywood news aditya roy kapur upcoming movie