‘અજીબ દાસ્તાન્સ’ માટે પોતાના ઘરે કામ કરતી મહિલા પરથી પ્રેરણા લીધી હતી નુશરત ભરૂચાએ

15 April, 2021 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલગ-અલગ સ્ટોરીઝથી ભરેલી આ એન્થોલૉજીમાં તેના સેગમેન્ટનું નામ ‘ખિલૌના’ છે. આ ફિલ્મમાં મીનલનું પાત્ર ભજવતી નુશરતે કહ્યું હતું કે ‘મેં મારી હાઉસ- હેલ્પના કૅરૅક્ટરનું અને તેની રીતભાતનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું હતું.

નુસરત ભરુચા

નુશરત ભરૂચાને ‘અજીબ દાસ્તાન્સ’માં પોતાના હાઉસ-હેલ્પના રોલ માટે પોતાના ઘરની મેઇડ પાસેથી પ્રેરણા લીધી હતી. અલગ-અલગ સ્ટોરીઝથી ભરેલી આ એન્થોલૉજીમાં તેના સેગમેન્ટનું નામ ‘ખિલૌના’ છે. આ ફિલ્મમાં મીનલનું પાત્ર ભજવતી નુશરતે કહ્યું હતું કે ‘મેં મારી હાઉસ- હેલ્પના કૅરૅક્ટરનું અને તેની રીતભાતનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું હતું. તે મારા માટે ગ્રેટ રેફરન્સ પૉઇન્ટ હતી. એથી અજાણતાં જ મને મારા કૅરૅક્ટરને ઊંડાણપૂર્વક સમજવામાં મદદ મળી હતી. તે અમારા ઘરે ત્રણથી ચાર કલાક માટે આવતી. તે અમને બધાને તેની મજાકથી ઘરમાં ખૂબ ખુશ રાખતી હતી. આ જ બાબત હું મારા પાત્રમાં ઉતારવા માગતી હતી.’

bollywood news bollywood bollywood gossips nushrat bharucha