લોકો શો-ઑફ કરવા માટે હવે લગ્ન કરે છે : વિવેક અગ્નિહોત્રી

15 May, 2023 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિચારથી કેટલાક લોકો સહમત છે તો કેટલાકને તેમની આ વાત પસંદ નથી

વિવેક અગ્નિહોત્રી

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીનું માનવું છે કે લોકો શો-ઑફ કરવા માટે હવે લગ્ન કરે છે. આ વાત તેમણે ટ્‍વિટર પર કહી છે. તેમના આ વિચારથી કેટલાક લોકો સહમત છે તો કેટલાકને તેમની આ વાત પસંદ નથી. ટ્વિટર પર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું કે ‘લોકો વર્તમાનમાં ફોટો, વિડિયો અને ડેસ્ટિનેશન વેડિંગ માટે લગ્ન કરે છે. આ બધું શો-ઑફ કરવા માટે કરે છે. આવું એક વેડિંગ પ્લાનરે મને કહ્યું હતું. આ સાચી વાત છે. હું ડેસ્ટિનેશન વેડિંગમાં ગયો હતો અને કોઈએ કહ્યું કે ફોટોગ્રાફર મોડો પડવાનો છે. એ સાંભળતાં જ દુલ્હન ચક્કર આવીને પડી ગઈ.’

તેમના આ ટ્વીટ પર રિપ્લાય કરતાં સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘હું એક લગ્નમાં ગયો હતો જ્યાં જયમાલા બે વખત કરવામાં આવી કેમ કે ફોટોગ્રાફરને વ્યુ બરાબર નહોતો મળ્યો.’ તો અન્યએ લખ્યું કે ‘બદનસીબે આ સાચું છે. શહેરમાંથી આ ચીલો હવે ગામડામાં પણ શરૂ થઈ ગયો છે.’

તો અન્યએ લખ્યું કે ‘વેડિંગ ફોટોગ્રાફરને વ્યુ બરાબર ન મળ્યો એ અતિશયોક્તિ છે. હા, લોકો શો-ઑફ કરે છે, પરંતુ લોકો માત્ર શો-ઑફ કરવા લગ્ન કરે છે એ હાસ્યાસ્પદ છે.’ અન્યએ લખ્યું કે ‘આશા છે કે તમારા ફ્રેન્ડ્સ તમારું આ ટ્વીટ વાંચે અને તેમને પણ એહસાસ થાય કે તેમનાં શાનદાર લગ્નમાં હાજરી આપ્યા બાદ તમે ગૉસિપિંગ કરી રહ્યા છો.’

entertainment news bollywood news bollywood gossips bollywood vivek agnihotri