નોરા ફતેહીને કરીનાનાં દીકરા તૈમુર સાથે લગ્ન કરવા છે

09 January, 2021 04:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોરા ફતેહીને કરીનાનાં દીકરા તૈમુર સાથે લગ્ન કરવા છે

તૈમુર અલી ખાન, નોરા ફતેહી

બૉલીવુડ ડાન્સર નોરા ફતેહીને કરીના કપૂર ખાનનાં  દીકરા તૈમુર સાથે લગ્ન કરવા છે. આ વાત તેણે કરીનાનાં ટૉક શો ‘વ્હૉટ વુમન વૉન્ટ’માં કહી હતી. સાથે જ નોરાએ એમ પણ જણાવ્યું કે તે તૈમુર મોટો થાય એની રાહ જોવા તૈયાર છે. તો સામે કરીનાએ તેને જણાવ્યું કે તે અને સૈફ અલી ખાન તેનાં ડાન્સ મુવ્સનાં ફેન છે. તૈમુર વિશે નોરાએ કહ્યું હતું કે ‘હું આશા રાખુ છું કે તૈમુર જલ્દી જ મોટો થઈ જાય, હું મારા અને તૈમુર સાથેની સગાઇ વિશે વિચારી શકુ છું.’

તો એનાં પર પ્રતિક્રિયા આપતાં કરીનાએ કહ્યું હતું કે ‘અચ્છા, તે તો હંમણાં ચાર વર્ષનો છે. તેને મોટો થવામાં હજી સમય લાગશે.’

તો તરત જવાબ આપતા નોરાએ પણ કહ્યું હતું કે ‘હમમમ ઠીક છે, હું વાટ જોઈશ.’

entertainment news bollywood bollywood news taimur ali khan nora fatehi