નોરા ફતેહી કરોડપતિ ફુટબૉલરના પ્રેમમાં?

29 December, 2025 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોરા આફ્રિકન કપ ઑફ નેશન્સ 2025ની ફુટબૉલ મેચ જોવા મૉરોક્કો ગઈ હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

‘દિલબર’, ‘સાકી-સાકી’ અને ‘કુસુ-કુસુ’ જેવાં હિટ ગીતોથી સારીએવી લોકપ્રિયતા મેળવનાર નોરા ફતેહી બૉલીવુડમાં ટોચની આઇટમ-ગર્લ ગણાય છે. તે ઇન્ટરનૅશનલ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલી છે. હાલમાં નોરા પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે નોરા એક જાણીતા કરોડપતિ ફુટબૉલરને ડેટ કરી રહી છે અને પ્રેમમાં પડેલી નોરા આફ્રિકન કપ ઑફ નેશન્સ 2025ની ફુટબૉલ મેચ જોવા મૉરોક્કો ગઈ હતી. મળતી માહિતી મુજબ નોરાના અફેરની ચર્ચા ત્યારે શરૂ થઈ હતી જ્યારે તેને દુબઈ અને મૉરોક્કોમાં એક જ વ્યક્તિ સાથે સ્પૉટ કરવામાં આવી. કહેવામાં આવે છે કે બન્ને પોતાના વ્યક્તિગત જીવન અને પ્રાઇવસીને મહત્ત્વનાં માને છે. નોરા હાલમાં સંપૂર્ણ રીતે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે એથી પોતાની પર્સનલ લાઇફને લોકોની નજરથી દૂર રાખવાનું પસંદ કરે છે. જોકે આ ફુટબૉલર કોણ છે એ વિશે કોઈ માહિતી નથી મળી.

nora fatehi football relationships entertainment news bollywood bollywood news