Nora Fatehi Deepfake: પોતાના જેવા જ રૂપને ન જોઈ શકી નોરા, કહ્યું...

21 January, 2024 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Nora Fatehi Deepfake: નોરાએ પોતે ડીપફેકનો શિકાર બની હોવાની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. નોરા પોતાનો આ ફેક વીડિયો જોઈને એકદમ ચોંકી ગઈ છે.

નોરા ફતેહી

રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, કાજોલ, સારા તેંડુલકર અને પ્રિયંકા ચોપરા તો ડીપફેકનો શિકાર બન્યા જ હતા પણ હવે બોલિવૂડની વધુ એક અભિનેત્રી ડીપફેક (Nora Fatehi Deepfake)નો શિકાર બની છે. હા, નોરા ફતેહીનો આવો જ એક વિડીયો સામે આવ્યો હતો.

એક તરફ દિલ્હી પોલીસે જ્યાં રશ્મિકાના ડીપફેક વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ કરી છે, તો બીજી તરફ નોરા ફતેહીનો ડીપફેક વીડિયો (Nora Fatehi Deepfake) વાયરલ થઈ રહ્યો છે. નોરાએ પોતે ડીપફેકનો શિકાર બની હોવાની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. નોરા પોતાનો આ ફેક વીડિયો જોઈને એકદમ ચોંકી ગઈ છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શું છે આ નોરાના ડીપફેકમાં?

આ ડીપફેક (Nora Fatehi Deepfake)માં એવું બતાવવામાં આવી રહ્યું છે કે નોરા કોઈ બ્રાન્ડને સમર્થન આપી રહી છે. સાથે જ આ પોસ્ટે ઝડપથી ઑનલાઇન લોકપ્રિયતા મેળવી છે. નોરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ વિડિયોમાંથી સ્ક્રીન શૉટ શૅર કર્યો હતો.

ભારતમાં ડીપફેકને લઈને વધતી જતી ચિંતા વચ્ચે, નોરા ફતેહી (Nora Fatehi Deepfake) ડિજિટલી મેનિપ્યુલેટેડ મીડિયા સામે ચાલી રહેલી લડાઈમાં સૌથી તાજેતરનું લક્ષ્ય બની ગઈ છે. બહોળા પ્રમાણમાં પ્રસારિત થયેલા વિડિયોમાં અભિનેત્રી ફેશન બ્રાન્ડને પ્રમોટ કરતી જોવા મળી રહી છે.

શું કહ્યું નોરા ફતેહીએ?

નોરા ફતેહીએ તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી હતી.  જે કોઈ કંપનીની જાહેરાત બતાવી રહી છે. નોરા ને એ જાહેરાતનો ભાગ શૅર કર્યો છે. આ સાતે જ નોરાએ લખ્યું હતું કે, “શૉક્ડ! આ હું નથી”

ખરેખર વાસ્તવિક અને નકલી નોરા જેવી દેખાતી છોકરી વચ્ચે તફાવત કરવો ખૂબ મુશ્કેલ છે. આ વીડિયો (Nora Fatehi Deepfake)માં તેનો અવાજ પણ નોરા જેવો જ છે. આ વિડિયો જોઈને કોઈને ખ્યાલ નહોતો કે તે ખરેખર નોરા નહીં પણ કોઈ અન્ય છે. બધા આ છોકરીને નોરા ફતેહી સમજી રહ્યા હતા.

દિલ્હી પોલીસે શનિવારે જ જણાવ્યું હતું કે રશ્મિકા મંદાનાના ડીપ ફેક વીડિયોના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે જે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થયો હતો, દક્ષિણ ભારતમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને દિલ્હી લાવવામાં આવ્યો હતો, આ સાથે જ એક અધિકારીએ જણાવ્યું હતું કે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

શું છે નોરાની આગામી ફિલ્મોનું શેડ્યૂલ?

જો આપણે નોરા ફતેહીના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો હાલમાં તે તેની આગામી ફિલ્મ ક્રેક માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં નોરા ફતેહી એક્ટર વિદ્યુત જામવાલ સાથે લીડ રોલમાં જોવા મળશે.

nora fatehi bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news